1,088 Total Views
વિશ્વ ઇતિહાસમાં એવા અનેક નરસંહાર થયા છે, જેને ભાગ્યે જ ભૂલી શકાશે. એક આવો જ નરસંહાર આજથી લગભગ 25 વર્ષ પહેલા થયો હતો, જેના વિશે કહેવામાં આવે છે કે ફક્ત 100 દિવસમાં એક-બે નહીં, પરંતુ લગભગ 8 લાખ લોકો માર્યા ગયા હતા. આને ઇતિહાસનો સૌથી ભયંકર નરસંહાર કહીશું તો ખોટું નહીં હોય.
રવાંડા અને સિપ્રેનના રાષ્ટ્રપતિની હત્યા
આ નરસંહારની કહાણી હ્રદય ધ્રુજાવનારી છે. આ ભીષણ નરસંહાર આફ્રિકન દેશ રવાંડામાં થયો હતો, જેની શરૂઆત વર્ષ 1994માં રવાંડાના રાષ્ટ્રપતિ જુવેનલ હાબયારિમાના અને બુરુંડીના રાષ્ટ્રપતિ સિપ્રેનની હત્યાથી થઈ હતી. તેમના પ્લેનને ઉડાવી દેવામાં આવ્યું હતુ. આ પ્લેનને કોણે તોડી પાડ્યું હતુ તે વિશે આજ સુધી જાણી શકાયુ નથી, પરતુ કેટલાક લોકો આના માટે રવાંડાના હૂતૂ ચરમપંથીઓને જવાબદાર ગણાવે છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે રવાંડા પેટ્રિએક ફ્રંટે આ કામ કર્યું હતુ. કેમકે બંને રાષ્ટ્રપતિ હૂતૂ સમુદાયથી સંબંધ રાખતા હતા, આ કારણે હૂતૂ ચરમપંથીઓએ આ હત્યા માટે રવાંડા પેટ્રિએક ફ્રટને જવાબદાર ગણાવ્યું હતુ.
ખુદની પત્નીઓને પણ મારી નાંખી
જોકે આરપીએફનો આરોપ હતો કે પ્લેનને હૂતૂ ચરમપંથીઓએ જ ઉડાવ્યું હતુ, જેથી નરસંહારનું એક બહાનું મળી શકે. આ નરસંહાર તુત્સી અને હૂતૂ સમુદાયના લોકોની વચ્ચે થયેલો એક જાતીય સંઘર્ષ હતો. કહેવામાં આવે છે કે 7 એપ્રિલ 1994થી લઇને 100 દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષમાં હૂતૂ સમુદાયના લોકોએ તુત્સી સમુદાયથી આવનારા પોતાના પાડોશીઓ, સંબંધીઓ અને એટલા સુધી કે પોતાની પત્નીઓને જ મારવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, પરંતુ તુત્સી સમુદાયની મહિલાઓને સેક્સ સ્લેવ બનાવીને રાખવામાં આવી.
હૂતૂ સમુદાયના હજારો લોકોની આરપીએફે કરી હત્યા
ફક્ત તુત્સી સમુદાયના જ નહીં, પરંતુ હૂતૂ સમુદાયના પણ હજારો લોકો આમાં માર્યા ગયા. કેટલીક માનવઅધિકાર સંસ્થાઓના મતે રવંડાની સત્તા પડાવ્યા બાદ રવાંડા પેટ્રિએક ફ્રન્ટ (આરપીએફ)ના યોદ્ધાઓએ હૂતૂ સમુદાયના હજારો લોકોની હત્યા કરી. આ નરસંહારથી બચવા માટે રવાંડાના લાખો લોકોએ બીજા દેશોમાં શરણ લીધું.