973 Total Views
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નફરત, અપરાધ, સામૂહિક હત્યા, હિંસા અને હોલોકોસ્ટને પ્રોત્સાહન આપનાર પોસ્ટમાં સતત વૃદ્ધિ થઈ રહ્યો છે. તેને જોતાં ફેસબુકે પોતાની પોલિસી અપડેટ કરી છે અને કહ્યું છે કે, નફરત, હિંસા, સામૂહિક હત્યા, હિંસા અને હોલોકોસ્ટને પ્રોત્સાહન આપનાર કોઈપણ પોસ્ટ કે કન્ટેન્ટ માટે ફેસબુક પર કોઈ જગ્યા નથી. તેની જાણકારી ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક પોસ્ટ કરીને આપી છે.
માર્કે ઝુકરબર્ગે પોતાની પોસ્ટમાં લખ્યું કે, અમે હેટ સ્પીચ પોલિસીને અપડેટ કરી રહ્યા છે. અમે એવી તમામ પોસ્ટને હટાવી દીધી છે કે જે નફરત, અપરાધ, સામૂહિક હત્યા, હિંસા અને હોલોકોસ્ટને પ્રોત્સાહન આપનારી હતી. જો કોઈ ફેસબુક પર હોલોકોસ્ટ સર્ચ કરે છે તો અમે તેને યોગ્ય કન્ટેન્ટ સુધી લઈ જવાનો પ્રયાસ કરીશું.
વિશ્વ યહૂદી કોંગ્રેસ અને અમેરિકી યહૂદી સમિતિએ ફેસબુકના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જણાવી દઈએ કે વિશ્વ યહૂદી કોંગ્રેસ અનેક વર્ષોથી વિશ્વ યહૂદી કોંગ્રેસ ફેસબુક પાસેથી હોલોકોસ્ટ ડિનાયલ સામગ્રી હટાવવાનું માગ કરી રહ્યું હતું. તેવામાં ફેસબુકનો આ નિર્ણય તેમની માગ પૂરી કરનારો છે. જણાવી દઈએ કે, હોલોકોસ્ટને યહૂદી નરસંહારના નામથી પણ જાણવામાં આવે છે.
27 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે હોલોકોસ્ટ ડે
દર વર્ષે 27 જાન્યુઆરીએ ઈઝરાયેલમાં હોલોકાસ્ટ મેમોરિયલ ડે મનાવવામાં આવે છે. હોલોકોસ્ટ સમગ્ર યહૂદી લોકોને જડમૂળથી ખતમ કરી દેવાનો સમજી-વિચારેલો અને યોજનાબદ્ધ પ્રયાસ હતો. દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયે જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરે હોલોકોસ્ટના નામ પર લાખો લોકોને નજરબંદી કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ 11 લાખ લોકોને ગેસ ચેમ્બરમાં નાખીને મારી નાખવામાં આવ્યા હતા. અને અન્ય હજારો યહૂદીઓ નજરબંદી કેમ્પમાં ઠંડી અને ભૂખમરાથી મરી ગયા હતા.