954 Total Views
PUBG ભારતની સૌથી પોપ્યુલર ગેમ હતી. અને યુવાધન PUBG પાછળ ઘેલું બની ગયું હતું. પણ સુરક્ષાની દ્રષ્ટિએ ભારત સરકારે PUBG પર બેન લગાવી દીધો હતો. જે બાદથી PUBG પરનો બેન ક્યારે હટશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. પણ PUBG ફરીથી ભારતીય માર્કેટમાં વાપસી કરવા માટે મથામણ કરી રહી છે તેવી અનેક ચર્ચાઓ સામે આવી છે.
PUBG કોર્પોરેશ દ્વારા ભારતમાં એક નોકરી જાહેર કરવામાં આવી છે. તેવામાં આ વચ્ચે લોકો માની રહ્યા છે કે, ભારતમાંથી PUBG પરનો બેન હટી શકે છે. PUBGના ડેવલપર અને પલ્બિશર PUBG Corporation દ્વારા LinkedIn પર એક જોબ પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ કોર્પોરેટ ડેવલપમેન્ટ ડિવિઝન મેનેજર માટેની છે. જેમાં ઈન્ડિયન માર્કેટને ફોકસ કરી મર્જર અને એક્વિઝિશન તેમજ ઈન્વેસ્ટમેન્ટ માટે ઓવલઓલ સ્ટ્રેટેજી ડેવલપ કરી શકે તેવાં વ્યક્તિની તલાશ કંપની કરી રહી છે. આ ઉપરાંત આ રોલ માટે કેન્ડિડેટને સાઉથ કોરિયામાં ક્રાફ્ટનના હેડક્વાર્ટરથી ગાઈડન્સની સાથે PUBG ઈન્ડિયા માટે સેટઅપ પ્રોસેસને સપોર્ટ કરવું પડશે.
આ નવી વેકેન્સી બહાર પાડતાં અમુક લોકો માની રહ્યા છે ભારતમાં PUBG મોબાઈલની વાપસી થઈ શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે. ભારત સરકારે ગત મહિનાની શરૂઆતમાં પબ્જી મોબાઈલ પર બેન લગાવી દીધો હતો. જો કે, ભારતમાં કોમ્પ્યુટર અને ગેમિંગ કોન્સોલ પર પબ્જીને રમી શકાય છે. તેવામાં એવી પણ ચર્ચા છે કે, આ વેકેન્સી પબ્જી માટે હોય ન કે પબ્જી મોબાઈલ માટે.