1,325 Total Views
કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસનું સંગઠન હવે પેટાચૂંટણી બાદ જાહેર થશે તેવા એંધાણ મળી રહ્યા છે. રાજીવ સાતવે આ વિશે જણાવ્યું કે હાલ રાજ્યમાં પેટાચૂંટણીઓ અને મહાનગર પાલિકાઓની ચૂંટણીઓને જોતા જિલ્લા સ્તરનું માળખું તૈયાર કરાયું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કોંગ્રેસના સંગઠન મામલે એક મોટા સમાચાર મળ્યા છે. હવે ગુજરાત કોંગ્રેસના સંગઠનનું માળખું પેટા ચૂંટણી બાદ જાહેર થશે. આગામી બે દિવસ સુધી જિલ્લા તાલુકા પંચાયત અને પેટાચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે.નિરીક્ષકો સાથે બેઠક થશે અને જિલ્લા સ્તરે અમારું માળખું તૈયાર થઈ ગયું છે તેવું રાજીવ સાત પોતાના નિવેદનમાં જણાવ્યું છે.
29મીએ કેન્દ્રીય ચૂંટણી પંચ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે જેના પગલે ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રાજીવ સાતવના વડપણ એક બેઠક યોજાનાર છે જેમાં પેટાચૂંટણીને લઇને મનોમંથન કરવામાં આવશે. 8 બેઠકના નિરીક્ષક, પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા સાથે બેઠક કરવામાં આવશે. આ સિવાય બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ, સભ્યો, વોર્ડ નિરીક્ષકોની બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં મનપા અને નગરપાલિકાની ચૂંટણીઓની પણ ચર્ચા કરવામાં આવશે.
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ જેના કારણે આ ખાલી પડેલી બેઠકો પર હવે પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે.આજે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવેલા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતીએ સવારે 11 વાગ્યાથી બેઠકોનો દોર શરૂ થશે.
આઠેય બેઠકોના નિરીક્ષકો ઉપરાંત જે ધારાસભ્યોને બેઠક દીઠ જવાબદારી સોંપવામાં આવી છે તેમની સાથે વન ટુ વન બેઠક યોજવામાં આવશે. કયા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવો તેની પેનલ પણ બનાવી હાઇકમાન્ડને મોકલી આપવામાં આવશે. આમ, આજે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગીનો ધમધમાટ શરૂ થયો છે.