International

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આખી દુનિયાને ચેતવણી આપી છે કે તેઓ બીજી મહામારી માટે તૈયાર રહે…

 705 Total Views

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આખી દુનિયાને ચેતવણી આપી છે કે તેઓ બીજી મહામારી માટે તૈયાર રહે. કોરોના વાયરસના સંક્રમણ અને તેની અસરોને જોતા WHOના વડા ડૉ.ટેડ્રોસ અધનોમ ગ્રેબેસીસે સોમવારે મોડી સાંજે જણાવ્યું હતું. ટેડ્રોસે એમ પણ કહ્યું હતું કે દુનિયાભરના દેશોએ આગામી મહામારી પહેલા પબ્લિક હેલ્થમાં ઘણા પૈસાનું રોકાણ કરવું જોઇએ નહીં તો કોરોના જેવી સ્થિતિની આશંકા છે.

ડૉ.ટેડ્રો સે કહ્યું કે નોવેલ કોરોનાવાયરસના લીધે 2.71 કરોડ લોકો સંક્રમિત થયા અને 8.88 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોવિડ-19 એ ફક્ત ડિસેમ્બર 2019 થી અત્યાર સુધીમાં વિશ્વની આ સ્થિતિ બનાવી છે. હજુ પણ ઘણા દેશોમાં તેની ભયાનકતા વધી રહી છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ થતું દેખાઇ રહ્યું છે.

WHOના પ્રમુખે જીનીવામાં એક પ્રેસ બ્રીફિંગ દરમ્યાન કહ્યું કે આ કોઇ છેલ્લી મહામારી નથી. ઇતિહાસ અનેક મહામારીઓનું સાક્ષી રહ્યું છે. આ મહામારીઓ જીવનની હકીકત છે. આ સમાપ્ત થતી નથી. પરંતુ તેની પહેલાં કે દુનિયા બીજી મહામારી પર હુમલો કરે તેની પહેલાં આપણે સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઇએ.

દુનિયાભરના દેશોને સંભવિત બીમારીઓ માટે રસી અને દવાઓ પર મળીને રિસર્ચ કરવું જોઈએ. જાહેર આરોગ્યમાં વધુને વધુ નાણાં રોકવા જોઇએ. રસી અને દવાઓના તાત્કાલિક ઉત્પાદન અને બજારમાં લાવવાની વ્યવસ્થા કરવી જોઇએ જેથી જ્યારે પણ કોઇ મહામારી ફેલાય તો તેને તરત જ કાબૂમાં કરી શકાય.

WHOના એક એક્સપર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોઈ કોરોના વાયરસની રસી મળી શકશે નહીં. લોકોને આશા હતી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી લોકોને મળી રહેશે. પરંતુ એ થશે નહીં. ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીથી યુરોપ, અમેરિકા, મેક્સિકો અને રશિયાને સૌથી વધુ અપેક્ષાઓ હતી. ડબ્લ્યુએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના વડા માઇક રિયાને જણાવ્યું હતું કે વિશ્વભરના રિસર્ચર્સ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે. જેથી રસી બનાવી શકાય. પરંતુ આ વર્ષના અંત સુધીમાં આ રસી બજારમાં ઉપલબ્ધ થશે નહીં.

માઇક રિયાને જણાવ્યું હતું કે જે પણ રસી આવશે તે આવતા વર્ષે એટલે કે 2021ના શરૂઆતના મહિનામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે અત્યારે દરરોજ કોરોનાના કેસ સામે આવી છે તે રેકોર્ડ તોડી રહ્યું છે. માઇક હાલમાં WHOની એ ટીમના વડા છે જે જોશે કે વિશ્વના તમામ દેશોને યોગ્ય સમયે રસી યોગ્ય માત્રામાં મળે. રિયાને કહ્યું કે અત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો ઝડપથી રસી બનાવવામાં વ્યસ્ત છે. તેઓ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે.

WHOએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ક્યારેય એવી રસીને સમર્થન આપશે નહીં, જે ઉતાવળમાં વિકસિત કરવામાં આવી હોય અને પ્રભાવશાળીની સાથે સલામત સાબિત ના થઇ હોય. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે હાલમાં 37 રસી ક્લિનિકલ ટ્રાયલ્સના વિવિધ તબક્કામાં છે. ડબ્લ્યુએચઓ લગભગ 188 રસીઓનું નિરીક્ષણ કરી રહ્યું છે અને તેમાંથી કેટલીક ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. 188માંથી 9 અંતિમ તબક્કામાં છે. અંતિમ તબક્કામાં કંપનીઓ હજારો વોલેન્ટિયર પર પોતાની રસીનું પરીક્ષણ કરી રહી છે જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે તે સુરક્ષિત છે.

Leave a Reply

Your email address will not be published.