Corona-live International

WHO એ હર્ડ ઇમ્યુનિટી માટે કોરોના વાયરસ ફેલાવાનું સમર્થન કરનારાઓને ચેતવણી આપી દીધી છે.

 812 Total Views

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ હર્ડ ઇમ્યુનિટી માટે કોરોના વાયરસ ફેલાવાનું સમર્થન કરનારાઓને ચેતવણી આપી દીધી છે. WHO એ તેને અનૈતિક ગણાવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડોસ અધનોમ એ સોમવારના એક વર્ચુઅલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું – હર્ડ ઇમ્યુનિટી એક કોન્સેપ્ટ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે સોમવારના રોજ એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે હર્ડ ઇમ્યુનિટી એક કોન્સેપ્ટ છે, જેનો ઉપયોગ વેક્સીનેશનમાં થાય છે. તેમાં વેક્સીનેશન એક હદ સુધી પહોંચ્યા બાદ જ કોઇ વાયરસથી વસતીને બચાવી શકે છે.

તેને સમજવા માટે તેમણે ઓરીની બીમારીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે જો કુલ વસતીનો 95 ટકા હિસ્સો વેક્સીનેટ થઇ જાય છે તો બાકી બચેલા 5 ટકા લોકોને હર્ડ ઇમ્યુનિટીના લીધે વાયરસથી બચાવી શકાય છે. તેમણે કહ્યું કે પોલિયોમાં તેમની સીમા રેખા અંદાજે 80 ટકા છે.

WHO પ્રમુખે કહ્યું કે હર્ડ ઇમ્યુનિટી કોઇ વાયરસથી વ્યક્તિની સુરક્ષા આપીને પ્રાપ્ત કરાય છે નહીં કે તેમને જોખમમાં નાંખીને. મહામારીમાંથી છૂટકારો મેળવવા માટે પબ્લિક હેલ્થના ઇતિહાસમાં કયારેય હર્ડ ઇમ્યુનિટીને એક રણનીતિની જેમ ઉપયોગમાં લેવાઇ નથી. તેમણે જોર આપતા કહ્યું કે તેનાથી વૈજ્ઞાનિક અને નૈતિક રીતે રણનીતિ કહેવી યોગ્ય નથી. જે ખતરનાક વાયરસ અંગે આપણી પાસે પૂરતી માહિતી નથી તેને આ રીતે ફેલાતી છોડી દેવી અનૈતિક છે. મહામારીથી બચવાનો આ કોઇ વિકલ્પ નથી.

WHOના પ્રમુખે કોવિડ-19ની વિરૂદ્ધ ઇમ્યુનિટી ડેવલપ કરવા પર માહિતીના અભાવની વાત પણ કહી. જેમકે ઇમ્યુનની પ્રતિક્રિયા કેટલી મજબૂત છે અને શરીરમાં કેટલાં દિવસ સુધી એન્ટીબોડીઝ રહે છે.

તેમણે કહ્યું કે એવો અંદાજો લગાવામાં આવ્યો છે કે મોટાભાગના દેશોની 10 ટકાથી પણ ઓછી વસતીને એ લાગે છે કે વાયરસના સંપર્કમાં આવ્યા હતા. મોટાભાગના દેશોમાં મોટાભાગના લોકો વાયરસના પ્રત્યે અસંવેદનશીલ છે. તેમણે કહ્યું કે છેલ્લાં ચાર દિવસમાં કેટલાંય દેશોએ કોવિડ-19ના રેકોર્ડ કેસ નોંધાવ્યા છે અને આ જગ્યા મુખ્યત્વે અમેરિકા અને યુરોપનો હિસ્સો છે.

WHO ચીફે કહ્યું કે અહીં ના તો કોઇ શોર્ટકટ છે અને ના સિલ્વર બુલેટ, ટુલબોક્સમાં હાજર તમામ સાધનોનો ઉપયોગ કરાઇ રહ્યો છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં આખી દુનિયામાં સાડા 10 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે અને લગભગ 3 કરોડ 80 લાખથી વધુ લોકો વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે.

Leave a Reply

Your email address will not be published.