GUJARAT

રસી સુરક્ષિત છે, મારા 100 વર્ષના માતાએ પણ બન્ને ડોઝ લીધા : મોદી

 673 Total Views

કોરોના વાઇરસ ખતમ થઇ ગયો હોવાના ભ્રમમાં ન રહો

રસી અંગેની અફવાઓ પર ધ્યાન ન આપો, મે પણ રસી લીધી છે : મન કી બાતમાં લોકોને અપીલ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કોરોના મહામારી સાથે સંકળાયેલી અફવાઓ પર વિરામ મુક્યો હતો. 78મા મન કી બાત કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ ખતમ થઇ ગયો હોવાનુ માનવાની ભુલ લોકોએ ન કરવી જોઇએ. સાથે જ મોદીએ એથલીટ દિવંગત મિલ્ખા સિંહને પણ યાદ કર્યા હતા અને તેમની સાથે વિતાવેલી પળોને યાદ કરી હતી.

આ સાથે જ પીએમ મોદીએ દેશમાં વધી રહેલા કોરોનાના કેસો અને તેની સાથે જ ઝડપથી ચાલી રહેલા રસીકરણ અભિયાનની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ પોતાનો સ્વરૂપ બદલતો રહે છે. તેથી તેનાથી બચવા માટે દરેક પ્રોટોકોલનું પાલન કરવું અતી જરૂરી છે.

કોરોનાની રસી લેવા અંગે અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે. એવામાં પીએમ મોદીએ આ અફવાઓને દુર કરવા માટે પોતે રસી લીધી તેનું ઉદાહરણ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે મે રસીનો ડોઝ લીધો છે.

મારા માતાજી 100 વર્ષના છે, તેઓએ પણ રસીના બન્ને ડોઝ લઇ લીધા છે. તેથી રસીને લઇને કોઇ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવામાં આવે. સાથે તેમણે એમ પણ કહ્યું કે એ ભ્રમમાં ન રહો કે કોરોના વાઇરસ ખતમ થઇ ગયો છે. આ વાઇરસથી બચવાના બે જ ઉપાય છે, એક પ્રોટોકોલનું પાલન કરવું અને બીજુ છે રસી લેવી.

વિજ્ઞાાનિકોએ બહુ મહેનત બાદ આ રસી વિકસાવી છે માટે તેના પર વિશ્વાસ કરો અને તેને લો તેવી અપીલ પણ મોદીએ લોકોને કરી હતી. મોદીએ કહ્યું કે રસી ન લેવી ખતરનાક સાબિત થઇ શકે છે. રસી ન લેવાથી ન માત્ર એક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મુકે છે સાથે જ પોતાના પરિવારને પણ જોખમમાં મુકે છે.

Leave a Reply

Your email address will not be published.