International

અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત ન જવાની આપી સલાહ, આપ્યા આ 3 કારણ

 784 Total Views

ભારતની સાથે દોસ્તીના તમામ દાવા કરનાર અમેરિકાએ પોતાના નાગરિકોને પોતાના નાગરિકોને ભારત ન આવવાની સલાહ આપી છે. અમેરિકાએ તેની પાછળનું કારણ ભારતમાં કોરોના સંકટ, ક્રાઈમ અને આતંકવાદને ગણાવ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ 4 નક્કી કર્યું છે કે જે સૌથી ખરાબ માનવામાં આવે છે. આ શ્રેણીમાં ભારતની સાથે યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદનું કેન્દ્ર પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને યમન સામેલ છે.

અમેરિકાએ કહ્યું કે,ભારતમાં કોરના સંકટ છે. આ ઉપરાંત દેશમાં ગુનાઓ અને આતંકવાદની ઘટનાઓમાં તેજી આવી છે. એટલે અમેરિકી નાગરિક ભારતની યાત્રા ન કરે. અમેરિકાએ પોતાની એડવાઈઝરીમાં અન્ય કારણોમાં મહિલાઓની સામેના ગુનાઓ અને ઉગ્રવાદને પણ કારણ ગણાવ્યું છે.તો ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સંઘે (FAITH) ભારત સરકારને માગ કરી છે કે તે અમેરિકી સરકારની ટ્રાવેલ એડવાઈઝરી બદલવા માટે દબાણ કરે.

FAITHએ કહ્યું કે, સરકાર આ પ્રાથમિકતાના આધારે મુદ્દો ઉઠાવે જેથી દેશ વિશે બની રહેલ નકારાત્મક છબિ રોકી શકાય. હાલ ટુરિઝન ઉદ્યોગ કોરોના મહામારીને કારણે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત પર્યટન ઉદ્યોગ માટે અમેરિકી ટુરિસ્ટ ખુબ જ મહત્વપુર્ણ છે. કેમ કે, અન્ય દેશોની તુલનામાં અમેરિકી ટુરિસ્ટ ભારતમાં સૌથી વધારે સમય વીતાવે છે.

આ ઉપરાંત એડવાઈઝરીમાં એમ પણ ચેતવણી આપવામાં આવી છે કે, કોરોના વાયરસને કારણે સીમાને બંધ કરાઈ શકે છે, એરપોર્ટને બંધ કરવામાં આવી શકે છે. યાત્રા પર પ્રતિબંધ લાગી શકે છે. લોકડાઉન પણ લાગુ કરી શકાય છે. અમેરિકાના વિદેશ વિભાગે ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સીમા પર ન જવા માટેની ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published.