717 Total Views
લંડન / વોશિંગ્ટન ।
આખી દુનિયામાં કોરોનાનાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨.૮૩ કરોડને પાર થઈ ગઈ છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ૧૧ માર્ચ ૨૦૨૦નાં રોજ WHO દ્વારા કોરોનાનાં મહામારી જાહેર કરવામાં આવી હતી. જો કે ચીનનાં વુહાનમાં ડિસેમ્બર ૨૦૧૯માં પહેલો કેસ જોવા મળ્યો હતો. આ પછી કોરોના હાલ આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૮૩, ૯૯,૪૯૪ થઈ છે જ્યારે ૯,૧૪,૯૨૯ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જો કે સારવાર પછી ૨,૦૪,૦૪,૨૯૦ લોકોની તબિયત સારી થઈ છે. હાલ ૭૦,૮૦,૩૪૪ એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં આખા વિશ્વમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૩,૦૨, ૭૭૬ કેસ નોંધાયા છે અને ૫૯૮૮ લોકો કોરોનાનો શિકાર બન્યા છે.
અમે વિશ્વનાં તમામ દેશને વેક્સિન Sputnik V આપવા માગીએ છીએ : રશિયા
ચીન દ્વારા પહેલીવાર નાક દ્વારા નાંખવામાં આવતી સ્પ્રે વેક્સિનનાં ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. આ વેક્સિનને નેઝસ સ્પ્રે વેકિસન તરીકે ઓળખવામાં આવે છે. જેની ટ્રાયલ નવેમ્બરમાં શરૂ કરાશે. આ માટે ૧૦૦ વોલન્ટિયર્સ પસંદ કરાશે. ચીન અને હોંગકોંગની સરકાર તેને સંયુક્ત રીતે વિકસાવશે. તેને યુનિ. ઓફ હોંગકોંગ, શિયામેન યુનિ. તેમજ બાયોલોજિકલ ફાર્મસીનાં વૈજ્ઞાનિકોએ બનાવી છે. બીજી બાજુ રશિયાએ જણાવ્યું છે કે તે વિશ્વનાં તમામ દેશોને તેની વેકિસન Sputnik V આપવા માગે છે. કોરોનાનાં ઈલાજ માટે આખી દુનિયામાં ૧૫૦થી વધુ વેક્સિન બનાવવા કામ ચાલી રહ્યું છે.