GUJARAT

સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે….

 1,176 Total Views

સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. લોકડાઉન બાદ અનલોક 1-2 અને 3 દરમ્યાન મહત્વની સિઝન નિકળી જતા 14500 હજાર કરોડનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે અને અનલોક 4માં પણ વેપારીઓ નુક્સાનમાં ચાલી રહ્યા છે. સુરતમાં 170થી વધુ ટેક્સટાઈલ માર્કેટમાં આમ તો અંદાજિત 65 હજાર દુકાનો આવેલી છે, પરંતુ હાલની કોરોનાની સ્થિતિમાં માત્ર 25 ટકા દુકાનો ખોલવામાં આવી રહી છે.

સુરતનો ટેક્સટાઈલ માર્કેટ કે જ્યાં દેશભરના લોકો ખરીદી કરવા આવતા હોય છે અને અહીંથી કરોડો રૂપિયાનો વેપાર દેશભરમાં થાય છે. સુરત કાપડ બજાર એશિયાનો સૌથી મોટા કાપડ બજારનું હબ છે. અહીં 300થી વધુ કાપડ માર્કેટ છે. જેમાં 65 હજારથી વધુ કાપડની દુકાનો છે. 350 પ્રોસેસિંગ હાઉસ છે ત્યારે વીવીંગ ઇન્ડસ્ટ્રીની સાથે એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન કરનાર સુરત ટેકસટાઇલની હાલત કફોડી બની છે.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગના જુદા જુદા ચાર પાર્ટ છે. જેમાં આશરે 15 લાખ જેટલા લોકો જોડાયેલા છે. જે પૈકી કપડા બજારમાં કટિંગ, પેકીંગ, ફોલ્ડિંગ,લોડિંગ- અનલોડિંગ મળીને લગભગ પોણા ચાર લાખથી ચાર લાખ જેટલા કારીગરો કામ કરે છે. વેપારીઓ પણ અંદાજો લગાવી રહ્યા છે કે દિવાળી પહેલા અને ઓનમ તહેવાર આવતો હોવાથી વેપાર સુધરે તેવી આશા લગાવી બેઠા છે.

કોરોના વાયરસની માત્ર માનવ જીવન ઉપર જ નહીં પણ આર્થિક ક્ષેત્રે પણ માઠી અસર થઇ રહી છે. સુરતના હીરા ઉદ્યોગને આગામી બે મહિનામાં હજુ નુકસાન વધે તેવું દેખાઈ રહ્યું છે. છેલ્લા 6 મહિનાથી પોલીશિંગ ઇન્ડસ્ટ્રી ચાલુ બંધ જેવી સ્થિતિમાં ચાલી રહી છે. સુરતનો વેપાર એકપોર્ટ ઓરિયન્ટેડ છે અને ઇન્ટરનેશલ માર્કેટમાં બંધ હોવાથી અસર વધારે જોવા મળી છે.

ભારત દેશમાં જે કઈ પણ પોલિશ થાય છે તેનું 95% એસપોર્ટ કરવામાં આવે છે. વર્ષ 2019-2020માં રૂપિયા 21 હજાર 518નો ટર્ન ઓવર રહ્યો હતો અને વર્ષ 2020-2021માં એક હજાર 316 કરોડ પર ટર્ન ઓવર ચાલી રહ્યું છે. 9 હજાર કરોડનો ડિફરન્સ હાલમાં દેખાઈ રહ્યો છે. સુરતમાંથી દર વર્ષે હોંગકોંગ ખાતે 50,000 કરોડ રૂપિયાના પોલિશ્ડ હીરાની નિકાસ કરવામાં આવે છે. જે સુરતમાંથી થતી હીરાની કુલ નિકાસનો 37 ટકા હિસ્સો છે. 41.58 ટકા ડિકલાઈન રેટ પર હાલ હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે.

વર્ષ 2018થી સુરત શહેરના ટેસ્ટાઇલ ઉદ્યોગને નજર લાગી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સુરત શહેર અને જિલ્લાની 29 ડાઈગ મિલ બંધ થઈ હતી અને બીજી તરફ સુરતને ટેસ્ટાઇલનું હબ ગણવામાં આવી રહ્યો છે તેમાં પણ પહેલાના સમયમાં 400થી વધુ ડાઈગ મિલ નોટબંધીને કારણે રોકડની અછત, જીએસટી આવ્યા બાદ રિફંડ મેળવવા માટેની સમસ્યા કલર, કેમિકલ, ડાઇઝ અને કોલસાના ભાવમાં ૪૦ ટકાનો વધારો મિલમાં કામ કરતા શ્રમજીવીઓને આપવો પડતો પગાર વધારો બેંકોમાંથી સરળતાથી મળતા ફાઇનાન્સના નિયમો કડક કરવામાં આવતા સચિન જીઆઇડીસી , પાંડેસરા GIDC ઉપરાંત અન્ય વિસ્તારમાં ધમધમતી હતી.

સમયાંતરે પરિસ્થિતિ બદલાતા એક પછી એક ડાઈગ મિલ બંધ થવાનો વારો આવ્યો હતો. હાલમાં એક મિલ એક કરોડ પ્રતિ મહિને ખોટ કરી રહી છે. હવે અનલોક 4માં આ લોસ ધીમે ધીમે નીચે આવી રહ્યો છે. પરંતુ યાદ રાખવાની વાત છે સુરતમાં 300થી વધુ મિલ ધમધમી રહી છે. હાલ સુધીમાં એક હજારથી 1500 કરોડની લોસ પ્રોસેસિંગ વેપારને ગઈ છે, પરંતુ સરકાર દ્વારા બનાવમાં આવેલી નવી પોલિસી તો વેપારીઓ આવકારી રહ્યા છે. જોકે સરકાર જુના ઉભેલા ઉદ્યોગ માટે કઈ વિચારે અને કરે તો જ સુરતની ટેકસટાઇલ ઉદ્યોગ ફરી એક વાર બેઠી થઈ જશે

સુરતમાં હાલ ત્રણ ઉદ્યોગમાં કોરોના નું ગ્રહણ લાગ્યું હોવાથી મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ સામે દિવાળી આવતી હોવાથી વેપારીઓ આશા રાખી બેઠા છે કે હવે સારા દિવસો આવે તો સારું.

Leave a Reply

Your email address will not be published.