GUJARAT

કોરોના વાયરસ ના સ્ટ્રેનની વડોદરા માં એન્ટ્રી થતાં તંત્ર હચમચી ઉઠ્યું.

 1,702 Total Views

કોરોના એ હાહાકાર મચાવ્યા પછી હવે યુકે (UK)થી ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસ ના સ્ટ્રેનની વડોદરા માં એન્ટ્રી થતાં તંત્ર હચમચી ઉઠ્યું છે. 12 દિવસ પહેલા યુકેથી વડોદરા આવેલા યુવાનનો કોરોના વાયરસના સ્ટ્રેન ની પુનાની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી લેબોરેટરી (National Institute of Virology Laboratory, Pune)માં ટેસ્ટિંગ કરાવાતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેની મોડી રાત્રે પુષ્ટી થઈ હતી. જો કે, યુવાનના સંપર્કમાં આવેલા અન્ય ત્રણ સગાઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જ્યારે અન્ય એક સંબંધીનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

દુનિયાના અત્યારે વિવિધ દેશોમાં કોરોના વાયરસની નવા સ્ટ્રેનની અસર ઝડપથી વર્તાઈ રહી છે. તેવામાં વિદેશથી ભારત આવેલા વ્યક્તિઓમાં પણ આ વાયરસની અસર દેખાતા તેઓ ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જેનો વડોદરા શહેરમાં પ્રથમ કેસ આજે મોડી રાત્રે નોંધાયો છે.

યુકેથી પરત આવેલા એક યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. 12 દિવસ અગાઉ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના લક્ષણો જણાતા સારવાર માટે 32 વર્ષીય યુવક આવ્યો હતો. જે કે, યુવક યુકેથી પરત આવ્યો હતો તેવી હિસ્ટ્રી જાણવા મળી હતી. કોરોના ટેસ્ટમાં સ્ટ્રેનના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતા યુવકના સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યૂટમાં ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા.

આ યુવકની સાથે સાથે યુકેથી આવેલા અન્ય 4 વ્યક્તિઓના પણ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે મોડી રાત્રે 4માંથી 3 સેમ્પલ નેગેટિવ અને 1 સેમ્પલ પોઝિટીવ આવ્યો હતો. જેમાં 32 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટીવ આવતા શહેરમાં કોરોના સ્ટ્રેનની પ્રથમ એન્ટ્રી નોંધાઈ છે. આ યુવાનને ગોત્રી હોસ્પિટલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. જો કે હજુ પણ એક વ્યક્તિના સેમ્પલનો રિપોર્ટ હજુ સુધી ન આવતા તેની રાહ જોવાઈ રહી છે.

થોડા સમય પૂર્વ બ્રિટનમાં સતત ટ્રેન્ડ બદલી રહેલા કોરોનાના નવા સ્ટ્રેને દેખા દીધી હતી. એટલું જ નહીં ત્યારબાદ વિશ્વના અન્ય છ દેશોમાં પણ આ સ્ટ્રેન દેખાતા અગાઉ કોરોના અને ત્યારબાદ હવે કોરોનાના નવા સ્ટ્રેનને મુદ્દે વિશ્વભરમાં ચિતાનું મોજું ફરી વળ્યું હતું.

ભારતમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બીજી બાજુ વડોદરા તેમજ ગુજરાત સહિત હાલ દેશભરમાંથી કોરોનાના કેસ ઘટવાની સાથે સંક્રમણમાં સૂચક ઘટાડો નોંદાઈ રહ્યાનો આશાવાદ જાગ્યો છે, ત્યારે હવે બીજી બાજુ સોમવારે રાત્રે શહેરના એક યુવાનમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણોની પુષ્ટી થતાં ચિંતા અને ગભરાટનું મોજું ફરી વળ્યું છે. તબીબી આલમમાં પણ નવા સ્ટ્રેનનો આ કેસ ચર્ચામાં હતો.

કોરોના કરતાં સ્ટ્રેન વધુ ઘાતક

એક તરફ કોરોનાની મહામારીનું સંકટ હજુ શહેરના માથેથી હટ્યું નથી. એવામાં કોરોના સ્ટ્રેનનો પ્રથમ કેસ દેખાતા ફફડાટ ફેલાયો છે. સ્ટ્રેનનું સંક્રમણ કોરોના કરતા 70 ટકા વધુ ઝડપથીફેલાતું હોય છે ત્યારે તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ છે.

Leave a Reply

Your email address will not be published.