India

સુપ્રીમ કોર્ટે સોમવારે સુદર્શન ટીવીના વિવાદિત કાર્યક્રમ યુપીએસસી જેહાદ કાર્યક્રમ વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી કરી હતી…

 685 Total Views

અરજીકર્તાએ પોતાની અરજીમાં કહ્યું- કાર્યક્રમ દ્વારા મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યાં
સુદર્શન ટીવીના એફિડેવિટ પર કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે – કોર્ટે તમને પૂછ્યું હતું કે તમે તમારા કાર્યક્રમમાં કેવા પ્રકારનું પરિવર્તન લાવશો?સુપ્રીમ કોર્ટે સોમવારે સુદર્શન ટીવીના વિવાદિત કાર્યક્રમ યુપીએસસી જેહાદ કાર્યક્રમ વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી કરી હતી. કોર્ટે અરજદારને કહ્યું હતું કે જો તમને કોઈ કાર્યક્રમ પસંદ નથી, તો તે જોશો નહીં. તેના બદલે નવલકથા વાંચો.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સુદર્શન ટીવીના એફિડેવિટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમની પાસે આ માહિતી માંગવામાં આવી હતી કે તેઓ પોતાના કાર્યક્રમમાં શું પરિવર્તન લાવશે, તેવું પુછ્યું ન હતું કે કઈ ચેનલે શું ચલાવ્યું.

સુદર્શન ટીવી વતી એડ્વોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે તેમને કાર્યક્રમ પ્રસારણ કરવાની પરવાનગી મળવી જોઈએ. તેઓ પ્રોગ્રામના પ્રસારણ માટેના પ્રોગ્રામિંગ કોડનું પાલન કરશે. કોર્ટે તમામ એપિસોડ જોવાની ચેનલની રજૂઆતને પણ ફગાવી દીધી હતી.

‘આખી અરજી નથી વાંચી’
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, અમે એપિસોડ નહિ જોઈએ. જો 700 પેજના પુસ્તક વિરુદ્ધ કોઈ અરજી કરવામાં આવી હોય તો વકીલ કોર્ટમાં એવી દલીલ નથી કરતા કે જજે આખું પુસ્તક વાંચવું જોઈએ.આ કેસની આગામી સુનાવણી બુધવારે થશે.

જામિયાના ત્રણ વિદ્યાર્થી વતી વકીલ શાદાન ફરશતે કહ્યું કે લોકોને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. મુસ્લિમોને ‘આસ્તિન કા સાપ’ ગણાવે છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે જો તમને કોઈ કાર્યક્રમ પસંદ ન હોય તો જુઓ નહીં, પણ એક નવલકથા વાંચો. જો કાર્યક્રમ કોઈપણ ઝકાત ફાઉન્ડેશનની વિરુદ્ધ છે, તો અમે સમય બાગાડીશું નહીં.

કાર્યક્રમમાં મુસલમાનોને દુશ્મન બતાવવામાં આવી રહ્યા : અરજદાર
ફરાશતે કહ્યું કે ન્યાયપાલિકાની જવાબદારી છે કે દરેકના સન્માનનું રક્ષણ કરે. આ કાર્યક્રમમાં મુસલમાનોને દુશ્મન બતાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ઉગ્ર સંબોધનના કારણે હિંસક ઘટનાઓ બને છે. મુસ્લિમોને દાઢી અને લીલી ટી-શર્ટમાં પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવી રહ્યા છે.જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે અદાલત આટલી હદે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં દખલ કરી શકે નહીં. અમે આ પ્રોગ્રામના રજૂઆત બાબતે ખૂબ વિગતવાર ન જઈ શકીએ. આપણે કહી શકીએ નહીં કે દાઢી અને લીલી ટી-શર્ટવાળા વ્યક્તિને ન બતાવવામાં આવે.

ડિજીટલ મીડિયાને ધ્યાનમાં રાખીને દિશા-નિર્દેશ જાહેર કરવાની જરૂર
કેન્દ્ર સુદર્શન ટીવી મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે એક અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકારે તેમની અરજીના માધ્યમથી કહ્યું છે કે, વેબ આધારિત ડિજીટલ મીડિયાને નિયંત્રીત કરવું જોઈએ. તેમાં વેબ પત્રિકાઓ અને વેબ આધારિત સમાચાર ચેનલ અને વેબ આધારિત સમાચાર પત્ર સામેલ હોય છે.હાલના સમયમાં તે સંપૂર્ણ રીતે અનિયંત્રીત છે. ડિજીટલ મીડિયા સ્પેક્ટ્રમ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે સાર્વજનિક સંપત્તિ છે.

હાલના સમયમાં ડિજીટલ મીડિયાનું ખૂબ વિસ્તરણ થયું છે. જ્યાં ખૂબ જ પાયા વીહોણા વીડિયો અને ખોટા સમાચારો પણ ચાલતા હોય છે. તેના કારણે લોકો પ્રભાવિત થાય છે. આ સંજોગોમાં કાયદાકીય રિતે તેના માટે દિશા-નિર્દેશ નક્કી થવા જોઈએ.

અમે સરકારને દાનની માહિતી આપી: જકાત ફાઉન્ડેશન
સુદર્શન ટીવીના UPSC જેહાદ કાર્યક્રમથી વિવાદમાં આવેલા જકાત ફાઉન્ડેશને ખુલાસામાં કહ્યું છે કે, તેમને દાનમાં જે 30 કરોડ મળ્યા છે તેમાંથી 1.5 કરોડ તે સંસ્થાઓમાંથી મળ્યા છે, જેને ખોટું ગણાવવામાં આવી રહ્યું છે. તેમણે તેમના દરેક વિદેશી દાતાઓની માહિતી સરકારને આપી છે. સરકારે કદી તેમને દાન લેવાની ના નથી પાડી.

Leave a Reply

Your email address will not be published.