India

દિલ્હીમાં નવા સંસદભવન સાથે જોડાયેલા નિર્માણ સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરી.

 1,717 Total Views

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે દિલ્હીમાં નવા સંસદભવન સાથે જોડાયેલા નિર્માણ સંબંધિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટે સુનવણી કરી છે. નવા સંસદભવનના નિર્માણની રીત અંગે સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ નારાજગી વ્યક્ત કરી છે. આ મામલામાં દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ (Central Vista Project) અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ કે વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ જ્યાં સુધી કોઈ પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવામાં આવે. કેન્દ્ર એ કોર્ટને ભરોસો આપ્યો છે કે આમ જ કરવામાં આવશે. કોર્ટે શિલાન્યાસ પર પ્રતિબંધ લગાવ્યો નથી.

સુપ્રીમ કોર્ટની પેનલે આ અરજીના એક ગ્રુપ પર સુનવણી કરી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્યની રીત પર વાંધો ઉઠાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સેન્ટ્રસ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરનારી પેન્ડિંગ અરજીઓ પર કોઈ ચુકાદો આવે નહીં ત્યાં સુધી નિર્માણકાર્ય અથવા ઈમારતને પાડવાની મંજૂરી નહીં આપે. સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટના નિર્માણને લઈને સરકારના વિચારોની માહિતી આપવા માટે કેન્દ્રને 5 મિનિટનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે જરૂરી કાગળની કાર્યવાહી કરી શકે છે તથા શિલાન્યાસ કરવાના નક્કી સમારંભને આયોજિત કરી શકે છે.

10 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા સંસદની આધાર શિલા મુકશે

કેન્દ્ર એ ન્યાયાલયને ભરોસો અપાવ્યો છે કે તે આ મામલા પર મુખ્ય અદાલતનો ચુકાદો આવવા સુધી વિસ્ટા પ્રોજેક્ટની ઈમારતને પાડવા કે નિર્માણનું કામ નહીં કરે. જો કે કોર્ટે કેન્દ્રને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના માટે આધારશીલા રાખવાનો કાર્યક્રમ આયોજિત કરવાની પરવાનગી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 10 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) નવા સંસદની આધાર શિલા મુકશે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવા પર અમે નવા સંસદભવનમાં બંને ગૃહોનાં સત્રની શરૂઆત કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધુ સીટો હશે. પાર્લમેન્ટ હોલમાં 1224 સભ્ય એકસાથે બેસી શકશે.

સરકાર યોજનાના ભાગ રૂપે નવું સંસદ ભવન બનાવવા માંગે છે

ઉલ્લેખનીય છે કે ટાટા પ્રોજેક્ટસ લિમિટેડે 861.90 કરોડના ખર્ચે નવા સંસદ ભવનના નિર્માણની માટેની બિડ જીતી લીધી હતી. જ્યારે L & T એ 865 કરોડની બોલી લગાવી હતી. નરેન્દ્ર મોદી સરકાર નવી દિલ્હીમાં કેન્દ્રીય વિસ્ટાના પુનર્વિકાસની યોજનાના ભાગ રૂપે નવું સંસદ ભવન બનાવવામાં માંગે છે. રિપોર્ટ અનુસાર સંસદના ચોમાસા સત્રના અંત પછી નવા બિલ્ડિંગ પર કામ શરૂ થવાની સંભાવના છે. મોદી સરકારની આ યોજના 20,000 કરોડ રૂપિયાની છે. 20, માર્ચ, 2020એ કેન્દ્રની સંસદ, રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જેવી સંરચનાઓ દ્વારા ચિન્હિત લુટિયન્સ દિલ્હીના કેન્દ્રમાં લગભગ 86 એકર જમીનથી સંબંધિત ભૂમિ ઉપયોગમાં બદલાવને સૂચિત કર્યું.

Leave a Reply

Your email address will not be published.