778 Total Views
રાજ્યમાં હાલ અતિમહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી રાજ્યમાં ફોર વ્હીલર ધારકોને રાશન નહીં આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આ નિયમની અમલવારી શરૂ કરી છે. ફોરવ્હીલર રાશનકાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે. હાલ છોટાઉદેપુરના સંખેડામાં 150 કાર્ડધારકોનું રાશન બંધ કરવામાં આવ્યું છે. તેઓ ફોર વ્હીલર ધરાવતા હોવાથી અનાજ બંધ કરાયું છે.
જો હવે તમારી પાસે ફોર વ્હીલ કાર હશે તો તમને સસ્તા અનાજની દુકાન મારફતે વાજબી ભાવે અનાજનો પૂરવઠો મળશે નહી. આવા 150 જેટલા રેશનકાર્ડ ધારકો જેમની પાસે ફોર વ્હીલ કાર છે તેમને સસ્તા અનાજની દુકાન મારફતે મળતો અનાજનો બંધ કરાયો છે.
મળતી માહિતી પ્રમાણે સંખેડા તાલુકાની. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આર.ટી.ઓ. ઓફીસ દ્વારા ફોર વ્હીલ ધરાવતા વાહન માલિકોની યાદી મળી હતી. આ યાદીમાં જેમના નામ હતા. તેઓને સસ્તા અનાજની દુકાન મારફતે અનાજ અગાઉ વાજબી કિમતે મળતું હતું, પણ સંખેડા તાલુકાના 150 રેશનકાર્ડ ધારકો જેમના નામે ફોર વ્હીલ કાર હતી. તેમને સસ્તા અનાજની દુકાન મારફતે અનાજ નહી આપવા માટેનો નિર્ણય કરાયો છે. જે મુજબ સંખેડા તાલુકામાં 150 જેટલા રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાંથી વાજબી કિમતે મળતો અનાજનો જથ્થો બિલકુલ જ બંધ કરી દેવામાં આવ્યો છે.