1,114 Total Views
6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ મામલે જે કાંઈપણ થયું તેના પર આજે સીબીઆઈની વિશેષ કોર્ટ ચૂકાદો સંભળાવશે. દેશભરની નજર આજે આ ચૂકાદા પર રહેલી છે. આ ચૂકાદામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિતના 32 નેતાઓ આરોપી છે. હાલ કોર્ટમાં 32માંથી 26 આરોપીઓ હાજર થઈ ગયા છે.
લખનઉની સ્પેશિયલ CBI કોર્ટ આ મામલે ચૂકાદો આપશે. લાલકૃષ્ણ અડવાણી અને ઉમા ભારતી સહિત 6 આરોપીઓ કોર્ટમાં હાજર નહીં રહે. બાબરી ધ્વંસ કેસ પર ચુકાદાના સમયે પાંચ આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસેના સાંસદ રહેલા સતીશ પ્રધાન, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ હાજર રહેશે નહીં.
બાબરી ધ્વંસ કેસમાં કુલ 49 આરોપીઓ હતા પણ 17 આરોપીઓના નિધન થઈ ગયા છે. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડ્યા બાદ ફૈઝાબાદમાં બે FIR દાખલ કરવામાં આવી હતી. FIR નંબર 198 લાખો કારસેવકોની સામે હતી જ્યારે FIR નંબર 198 સંઘ પરિવારના કાર્યકર્તાઓ સહિત આડવાણી, જોશી, તત્કાલીન શિવસેના નેતા બાલ ઠાકરે, ઉમા ભારતી વગેરેની સામે હતી.
આ કેસની સુનાવણી કરી રહેલાં જજ એસકે યાદવ આ મામલામાં બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋંતભરાને દોષી ગણાવે છે તો તેઓને મહત્તમ પાંચ વર્ષની સજા થઈ શકે છે.
વીવીઆઇપી આરોપીઓ
લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા, સાક્ષી મહારાજ, વિહિપના સંખ્યાબંધ નેતાઓ
બાબરી મસ્જિદનો ધ્વંસ કરાયો ત્યારે રાજ્યના સીએમ કલ્યાણસિંહ સપ્ટેમ્બર ૨૦૧૯માં રાજસ્થાનના રાજ્યપાલપદેથી દૂર કરાયા બાદ તેમની સામે કેસની કાર્યવાહી શરૂ કરાઇ હતી. હાલમાં રામમંદિર નિર્માણ માટેના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય પણ આ કેસના આરોપી છે.
શું છે આરોપ?
ગંભીર ગુનાહિત કાવતરું ઘડવું
ધર્મના આધારે વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મની પેદા કરવી
રાષ્ટ્રીય એકતાને હાનિ પહોંચાડવી
ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવું
ધાર્મિક લાગણીઓ ઉશ્કેરતાં નિવેદનો, કૃત્યો
ગેરકાયદેસર રીતે એકઠાં થવું, જાહેર શાંતિનો ભંગ કરવો, રાયોટિંગ