India

શિવસેના એ કહ્યું કે વેબ સીરીઝમાં દેખાડવામાં આવેલા પ્રસંગ જ યુપીની વાસ્તવિકતા છે અને હવે મુંબઇ માં ‘મિર્ઝાપુર-3’ બનાવાની તૈયારી થઇ રહી છે.

 1,340 Total Views

ઉત્તરપ્રદેશ (UttarPradesh)માં ફિલ્મ સિટી (Film City)ના નિર્માણની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ની કોશિષોની વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra)માં સત્તારૂઢ શિવસેના (ShivSena) સતત પ્રહારો કરી રહી છે. હવે વેબ સીરીઝ મિર્ઝાપુર (Mirzapur)નું ઉદાહરણ સામે મૂકતા શિવસેના (ShivSena) યોગી સરકાર પર નિશાન સાંધ્યું છે. શિવસેના એ કહ્યું કે વેબ સીરીઝમાં દેખાડવામાં આવેલા પ્રસંગ જ યુપીની વાસ્તવિકતા છે અને હવે મુંબઇ (Mumbai)માં ‘મિર્ઝાપુર-3’ બનાવાની તૈયારી થઇ રહી છે. સાથો સાત એમ પણ કહ્યું કે મુંબઇમાંથી ફિલ્મ સિટીને લઇ જવાની કોઇના બાપથી પણ શકય નથી.

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં છપાયેલા સંપાદકીયમાં ફિલ્મ સિટીને લઇ યુપીની ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાંધ્યું. સંપાદકીયમાં લખ્યું છે કે યુપીની ગુનાહિત સચ્ચાઇ, કાયદાકીય વ્યવસ્થાનું સનસનીખેજ ફિલ્માંકન મિર્ઝાપુર-1 અને 2વેબ સીરીઝમાં છે. વિપક્ષી દળ યુપીની અવસ્થા મિર્ઝાપુર જેવી જ થવાનો આરોપ મૂકે છે. આ ‘સચ્ચાઇ’ને બદલવાની જવાબદારી યોગી સરકારની છે. માત્ર દિવાલો ઉભી કરી દેવાથી સ્થિતિ બદલાશે નહીં.

‘કોઇના બાપ માટે પણ શકય નથી ફિલ્મ સિટી લઇ જવાનું’

યોગી સરકાર પર પ્રહારો કરવાના અંદાજો અખ્તિયાર કરતાં સામનામાં લખ્યું છે કે મુંબઇમાંથી ફિલ્મ સિટી, ઉદ્યોગ ઉઠાવીને લઇ જવો બાળકના હાથમાંથી ચોકલેટ છીનવીને લઇ જવા જેટલું સરળ નથી. આ કોઇના બાપ માટે પણ શકય નથી. મહારાષ્ટ્રના ભાજપ નેતાઓનો તેના પર શું મત છે? શું મુંબઇમાં આવેલા યોગીને પણ તેનું સમર્થન છે? આ વાત સ્પષ્ટ કરવી જોઇએ.

લોકડાઉનમાં આલોચના કરી રહ્યા હતા હવે તેઓ મુંબઇ આવી રહ્યા છે

શિવસેના એ કહ્યું કે લોકડાઉનના સમયમાં જે લોકો મુંબઇની આલોચના કરી રહ્યા હતા તેઓ હવે અહીં આવી રહ્યા છે. મુંબઇ પાસેથી છીનવીને યોગી મહારાજ લખનઉ અને નોઇડામાં સોનાની ધૂળ કેવી રીતે ઉડાવશે? લાખો ઉત્તર ભારતીય ઘર પરિવાર છોડીને બે રોટી માટે મુંબઇ આવે છે. બેરોજગારોને રોજગારી મળ્યા વગર યોગીના સંકલ્પના વાળી માયાનગરીમાંથી સોનાની ધૂળ નીકળશે નહીં.

ઉત્તરપ્રદેશમાંરોજગાર નથી અને આર્થિક સ્તર પર દેવાળિયું થઇ ગયું છે. યોગી જીનું કહેવું છે કે અમે કંઇ છીનવીને લઇ જઇ રહ્યા નથી પરંતુ નવી ફિલ્મ સિટી વસાવા જઇ રહ્યા છીએ. હવે કોણ શ્રેષ્ઠ સુરક્ષા અને સુવિધા આપશે, એવી સ્પર્ધા છે. આ સારો વિચાર છે પરંતુ ફિલ્મસિટી મુંબઇમાં જ કેમ સમૃદ્ધ થઇ, વધી અને નિખરી, તેનો પણ વિચાર કરી લેવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published.