979 Total Views
હાલ ડુંગળીની કિંમતો (Onion Price)માં આગ લાગેલી છે. જો કે સરકારે (Modi Government) દખલને કારણે દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવાં પ્રમુખ બજારોમાં ડુંગળીના હોલસેલ ભાવમાં 10 રૂપિયા કિલો સુધીનો ઘટાડો થયો છે. આ વર્ષે ડુંગળીને પણ ખુબ જ નુકસાન થયું છે. માનવામાં આવી રહ્યું છે કે, 1 લાખ ટનનાં બફ સ્ટોરેજમાં ચોથા ભાગની એટલે કે 25 હજાર ટન ડુંગળી ભેજને કારણે સડી ગઈ છે.
કેન્દ્રનો સ્ટોક સંભાળે છે NAFED
NAFEDના મેનેજિંગ ડિરેક્ટર SK ચઢ્ઢાએ કહ્યું કે, ડુંગળીની સેલ્ફ લાઈફ લગભઘ સાડા 3 મહિનાની હોય છે. અને આ સમય બાદ તે સડવા લાગે છે. અમે માર્ચ-એપ્રિલના મહિનાથી બફર સ્ટોક માટે ડુંગળી ખરીદવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીલ લગભગ 6-7 મહિના થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે નાફેજ ડ કેન્દ્ર સરકાર માટે સ્ટોક સંભાળે છે.
43 હજાર ટન ડુંગળી બજારમાં
ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે, નાફેડ અત્યાર સુધી 43 હજાર ટન ડુંગળી બજારમાં ઉતારી ચૂકી છે. નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી તે લગભગ 22 હજાર ટન ડુંગળી બજારમાં ઉતારશે. માનવામાં આવી રહ્યું છે કે નાફેડનો સ્ટોક લગભગ ખતમ થઈ ગયો છે. કેમ કે, 25 હજાર ટન ડુંગળી ભેજને કારણે ખરાબ થઈ ગઈ છે.
ગત વર્ષે 50 ટકા ડુંગળી સડી ગઈ હતી
દર વર્ષે ડુંગળીની કિંમત સાતમા આસમાને પહોંચી જાય છે. તેવામાં સરકાર ડુંગળી માટે બફર સ્ટોક તૈયાર કરી રહી છે. ગત વર્ષે નાફેડે 57 હજાર ટનનો બફર સ્ટોક તૈયાર કર્યો હતો. જેમાં લગભગ 30 હજાર ટન ડુંગળી ખરાબ થઈ ગઈ હતી. તેના મુકાબલે આ વર્ષે સ્થિતિ સારી છે. આ વર્ષે 1 લાખ ટન ડુંગળીનો સ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 25 હજાર ટન જ બરબાદ થઈ છે.