1,932 Total Views
BitCoin જેવી ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે માઠા સમાચાર છે. આ બજેટ સત્રમાં એક એવા બિલ પર વિચાર કરવામાં આવશે જેનાથી BitCoin જેવી તમામ પ્રાઈવેટ કરન્સી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જો કે ક્રિપ્ટોકરન્સીને પૂરી રીતે પ્રતિબંધિત કરવાની યોજના નથી પણ કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે.
આ સત્ર માટે નક્કી શિડ્યુલ મુજબ આ બજેટ સેશનમાં ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021ને લાવવામાં આવશે. તેના પર વિચાર કરવામાં આવશે અને બિલને પાસ કરવામાં આવશે.
ક્રિપ્ટોકરન્સીની ટેક્નિક અને તેના ઉપયોગને પ્રોત્સાહન અપાશે
લોકસભા બુલેટીન મુજબ આ કાનૂનનો ઉદ્દેશ આરબીઆઈના ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે સારી ફ્રેમવર્ક તૈયાર કરવાનું છે. આ ઉપરાંત બિલ મારફતે દેશમાં તમામ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર રોક લગાવવામાં આવશે. જો કે ક્રિપ્ટોકરન્સીની અંડરલાઈંગ ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપવામાં આવશે.
ક્રિપ્ટોકરન્સી કારોબારને સુપ્રીમ કોર્ટ આપી ચૂકી છે મંજૂરી
ભારતમાં ક્રિપ્ટી કરન્સીને લઈ અત્યાર સુધી કોઈ નિર્ધારિત ગાઈડલાઈન્સ નથી. 3 વર્ષ પહેલાં RBIએ 2018માં ક્રિપ્ટોકરન્સીને લઈ એક સર્ક્યુલર જાહેર કર્યું હતું. આ સર્ક્યુલર મુજબ કેન્દ્રીય બેંક દ્વારા વિનિયમિત સંસ્થાઓ પર ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલ કોઈપણ સેવાઓ પ્રદાન કરવા પર રોક લગાવી દેવામાં આવશે. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. અને 2020ના માર્ચમાં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર લગાવેલ પ્રતિબંધ ફગાવી દીધા હતા. જે બાદ ભારતમાં બિટકોઈનમાં રોકાણ પૂરી રીતે રોકાણકારોનાં પોતાના રિસ્ક પર હોય છે. કેમ કે તેની સાથે જોડાયેલ કોઈપણ નિયમન અહીં નથી.