886 Total Views
JEE Main 2020નું પરિણામ શુક્રવાર રાત્રે 11 કલાકે જાહેર કરવામાં આવ્યું છે. કુલ 24 વિદ્યાર્થીઓએ 100 0 પર્સન્ટાઇલ મેળવ્યાં છે સૌથી ઉપર ગુજરાતનાં નિસર્ગ ચડ્ઢાનું નામ છે. પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઈનલ આંસર કી જાહેર કરવામાં આવી હતી. એન્જીનિયરિંગમાં એડમિશન માટે યોજાતી આ પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર, 2020 સુધી ઓનલાઈન યોજવામાં આવી હતી.
JEE Mainની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો વિષય પ્રમાણે આન્સર કીની વેબસાઈટ jeemain.nta.nic.in જોઈ શકશે.
નોંધનીય છે કે JEEની પરીક્ષા વર્ષમાં બે વખત યોજાય છે. રેન્કની ગણતરી ઉમેદવારોની બન્ને પરીક્ષામાંથી જે વધારે સારા નંબર હોય છે તેના આધારે કરવામાં આવે છે. JEE મેઇન રિઝલ્ટમાં ઉમેદવારોની ઓલ ઈન્ડિયા રેન્ક (AIR), NTA ટકાવારી તથા કટ-ઓફ સહિતની વિગતોનો સમાવેશ થશે.આ રીતે પરિણામ જુઓ
સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ, jeemain.nta.nic.in અથવા http://ntaresults.nic.in/ પર લોગઈન કરો. હોમ પેજ પર JEE મેઇન એક્ઝામ રિઝલ્ટ/સ્કોરબોર્ડ 2020 પર ક્લિક કરો.
હવે એક નવું પેજ ખુલે ત્યારે પૂછવામાં આવેલી વિગતો ભરો. સબમિટ કરતા JEE Main સ્કોર સ્ક્રીન પર ડિસ્પ્લે થશે. ઉમેદવાર તેને ડાઉનલોડ કરી પ્રિન્ટની નકલ પણ મેળવી શકે છે.