India

દિલ્હી એનસીઆર સહિત ત્રણ રાજ્યોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા.

 1,692 Total Views

કડકડતી ઠંડીમાં લોકો વહેલા જમીને સૂઈ જાય છે. લોકો સામાન્ય રીતે રાત્રે 11 વાગ્યે સૂઈ જાય છે. આવી સ્થિતિમાં જો ભૂકંપ  નો જોરદાર ઝાટકો આવે તો જાનમાલનું નુકસાન થઇ શકે છે. દિલ્હી  એનસીઆર માં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકો એટલો તીવ્ર હતો કે લોકોને ભયનો અનુભવ થયો અને લોકો રસ્તા પર દોડી આવ્યા. માત્ર દિલ્હીમાં જ નહીં (ધરતીકંપ દિલ્હી એનસીઆરમાં) પણ આ આંચકાનો અનુભવ નોઇડા અને ગાઝિયાબાદ માં પણ થયો. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાન અને મણિપુર માં પણ ભૂકંપ આવ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં આંચકા

લગભગ રાત્રે 11.46 મિનિટ પર દિલ્હી એનસીઆરમાં આંચકા અનુભવાયા હતા. લોકોને ઝાટકાનો અનુભવ થયો અને લોકો ઘરની બહાર નીકળી ગયા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાવાયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુરુગ્રામથી દક્ષિણ-પશ્ચિમમાં 48 કિલોમીટરનું હોવાનું કહેવાય છે. શનિવારે 2 ડિસેમ્બરે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં નજીવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

સીકરમાં પણ ભૂકંપ આવ્યો

રાજસ્થાનના સીકર જિલ્લામાં ગુરુવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા 3.0 રેક્ટર સ્કેલ પર માપવામાં આવી છે. આ સંદર્ભે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) ના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્ર (NCS) એ પણ તેની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ભૂકંપનો લેટિટ્યૂટ ઉત્તર બાજુ એ 27.40 અને લોગિટ્યૂટ પૂર્વ દિશામાં 75.43 માપવામાં આવ્યો છે.

મણિપુરની ધરતી પણ ધ્રુજી ઉઠી

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ગુરુવારે રાત્રે મોઇરાંગ (Moirang)માં મણિપુર (Manipur)ની નજીક 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. એજન્સીના મતે ભૂકંપનું કેન્દ્ર મોઇરંગ, મણિપુરથી 38 કિમી દક્ષિણમાં હતું. ભૂકંપ ભારતીય સમય મુજબ રાત્રે 10:03 વાગ્યે સપાટીથી 36 કિ.મી.ની નીચે આવ્યો હતો.

દિલ્હી સૌથી સંવેદનશીલ

ભૂકંપના મામલામાં દિલ્હી ખૂબ જ સંવેદનશીલ છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારને ઝોન-4 માં મૂક્યું છે. અહીં 7.9 સુધીનો ભૂકંપ આવી શકે છે. દિલ્હીમાં ભૂકંપની આશંકાવાળા વિસ્તારોમાં યમુના કાંઠાની નજીકના વિસ્તાર, પૂર્વ દિલ્હી, શાહદરા, મયુર વિહાર, લક્ષ્મી નગર અને ગુડગાંવ, રેવારી અને નોઇડા નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ભારતીય ઉપખંડમાં ભૂકંપનું કારણ શું છે

ભારતીય ઉપખંડમાં વિનાશક ભૂકંપ આવતા રહે છે. 2001માં ગુજરાતના કચ્છ વિસ્તારમાં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા. ભારત દર વર્ષે આશરે 47 મિલીમીટરની ઝડપે એશિયાને ટકરાઇ રહ્યું છે. ટેક્ટોનિક પ્લેટોમાં ટકરાવાના કારણે જ ભારતીય ઉપખંડમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. જો કે ભૂગર્ભજળમાં ઘટાડાને કારણે ટેક્ટોનિક પ્લેટોની ગતિ ધીમી પડી છે.

ભારતનું ભૂકંપ ઝોન 4 ભાગમાં વહેંચાયેલ છે

ઇન્ડિયન સ્ટાન્ડર્ડસે વિવિધિ એજન્સીઓથી પ્રાપ્ત વૈજ્ઞાનિક માહિતીઓના આધાર પર આખા ભારતને ચાર ભૂકંપીય ઝોનમાં વહેંચ્યા છે. તેમાં સૌથી વધુ ખતરનાક ઝોન 5 છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 9 ની તીવ્રતાના ભુકંપનો અનુભવ થઈ શકે છે. જાણો ભારતનું કયું ક્ષેત્ર કયા ઝોનમાં આવેલ છે.

ઝોન 5

ઝોન -5માં આખું પૂર્વોત્તર ભારત, જમ્મુ-કાશ્મીરના ભાગો, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત કચ્છનું રણ, ઉત્તર બિહારના કેટલાંક ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના સમૂહ સામેલ છે. આ વિસ્તારમાં ભૂકંપ વારંવાર આવતા રહે છે.

ઝોન -4

ઝોન-4 માં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશનો બાકીનો ભાગ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર પ્રદેશનો ઉત્તરીય ભાગ, સિંધુ-ગંગા થાલા, બિહાર અને પશ્ચિમ બંગાળ, ગુજરાતનો કેટલોક ભાગ અને પશ્ચિમ દરિયાકાંઠે આવેલા મહારાષ્ટ્રના કેટલાંક ભાગો અને રાજસ્થાન સામેલ છે.

ઝોન -3
ઝોન-3માં કેરળ, ગોવા, લક્ષદ્વીપ ટાપુઓ, ઉત્તર પ્રદેશનો બાકીનો હિસ્સો, ગુજરાત અને પશ્ચિમ બંગાળ, પંજાબનો ભાગ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક સામેલ છે.

ઝોન -2
ઝોન 2 એ ભૂકંપની દ્રષ્ટિએ સૌથી ઓછા સક્રિય વિસ્તાર છે. તેનાથી ઓછામાં ઓછું નુકસાન થવાની શ્રેણીમાં રખાય છે. ઝોન -2માં દેશના બાકીના ભાગોને આવરી લેવાયા છે.

Leave a Reply

Your email address will not be published.