India

સંઘીય શાસન વ્યવસ્થામાં વડાપ્રધાનને વધારે શક્તિસંપન્ન માનવામાં આવે છે…

 908 Total Views

સંઘીય શાસન વ્યવસ્થામાં વડાપ્રધાનને વધારે શક્તિસંપન્ન માનવામાં આવે છે. જોકે અધિકારો પ્રમાણે એક મુખ્યમંત્રી પોતાના રાજ્યનો સૌથી વધારે શક્તિસંપન્ન નેતા હોય છે, જે રાજ્યની સરકારનો ચીફ હોય છે. સામાન્ય રીતે લોકોનું માનવું હોય છે કે દેશભરમાં સૌથી વધારે સેલરી રાષ્ટ્રપતિની હોય છે, ત્યારબાદ વડાપ્રધાનનો નંબર આવે છે, પરંતુ આવું નથી. અનેક રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર પીએમ કરતા પણ વધારે છે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રી ભારતના પીએમ કરતા વધારે સેલરી મેળવે છે.

નહેરૂએ 3 હજાર રૂપિયા પગાર સ્વીકાર કર્યો

જી હા! અઢી ઘણી વધારે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે વડાપ્રધાનની સેલરીન નક્કી નહોતી. જ્યારે નહેરુ દેશના વડાપ્રધાન બન્યા તો મુદ્દો એ હતો કે તેમની સેલરી કેટલી હશે? આ વિશે નેહરુએ ક્યારેય કોઈ પહેલ ખુદથી નહોતી કરી. જોકે તેમની કેબિનેટના મંત્રીઓને લાગતુ હતુ કે બ્રિટનના વડાપ્રધાન પોતાના કેબિનેટ મંત્રીઓની તુલનામાં બમણો પગાર લે છે અને અન્ય સુવિધાઓ મેળવે છે, એવું જ ભારતમાં હોવું જોઇએ. ત્યારે દેશમાં કેબિનેટ મંત્રીઓનો પગાર 3 હજાર રૂપિયા પ્રતિ મહિને નક્કી કરવામાં આવ્યો. તો નહેરૂએ પોતાના બમણા પગારનો વિરોધ કર્યો અને તેમણે પણ સેલરી તરીકે 3 હજાર રૂપિયા સ્વીકાર કર્યા.

તેલંગાણાના મુખ્યમંત્રી મેળવે છે સૌથી વધારે સેલરી

તેલંગાણાના મુખ્યમંત્રીની સેલરી 4 લાખ 10 હજાર રૂપિયા પ્રતિ મહિને છે. મુખ્યમંત્રીઓની સેલરીની યાદીમાં આ સૌથી મોટો આંકડો છે. ત્યારબાદ દિલ્હીના સીએમનો નંબર આવે છે, જેમની સેલરી 3 લાખ 90 હજાર રૂપિયા છે. ગુજરાતના સીએમનો પગાર 3.21 લાખ રૂપિયા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓની સેલરી 3 લાખ રૂપિયા પ્રતિ મહિને છે. 2 લાખથી વધારે રૂપિયાની સેલરી મેળવતા મુખ્યમંત્રીઓની યાદીમાં હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ગોવા, બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોના સીએમ સામેલ છે. સૌથી ઓછી સેલરી ત્રિપુરાના સીએમને મળે છે, જે એક લાખ 5 હજાર રૂપિયા છે.

દેશમાં સૌથી વધારે સેલરી મેળવે છે ટેક મહિન્દ્રાના સીઈઓ

જોકે દેશના પ્રાઇવેટ સેક્ટરમાં તમામ પદો પર નિયુક્ત લોકોની સેલરી આનાથી ઘણી વધારે હોય છે. દેશમાં અનેક એવી કંપનીઓ છે, જેમની પ્રમુખ અથવા ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસરને 15 કરોડ રૂપિયાથી લઇને 165 કરોડ રૂપિયા સુધીની સેલરી મળે છે. અત્યારે દેશમાં સૌથી વધારે સેલરી મેળવવારાઓમાં સીપી ગુરનાનીનું નામ આવે છે, જેઓ ટેક મહિન્દ્રાના સીઈઓ છે અને તેમનું વાર્ષિક વેતન 165 કરોડ છે.

Leave a Reply

Your email address will not be published.