Business

દેશમાં ડુંગળીના મુખ્ય મથક ખાતે ભાવ એક દિવસમાં ક્વિન્ટલે રૂ. ૫૦૦ ગગડયો.

 1,524 Total Views

ડુંગળીના ભાવ ચાલુ સપ્તાહે તેની બે મહિના અગાઉની સપાટી પર પરત ર્ફ્યાં છે. એક રીતે જોઈએ તો અતિવૃષ્ટિ પાછળ પાકને બગાડના અહેવાલ પાછળ ડુંગળીમાં જોવા મળેલો ઉછાળો અલ્પજીવી નીવડયો છે અને ભાવ ફ્રી વાજબી સ્તરો પર જોવા મળ્યા છે. જો સરકાર નિકાસ પરનો પ્રતિબંધ નહીં ઉઠાવે તો ભાવ વધુ ઘટે અને સરકારે ખેડૂતોનો આક્રોશ સહન કરવાનો બને તેવી શક્યતા પણ વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે.

ગુજરાતમાં અગ્રણી મથકો મહુવા, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળોએ ચોમાસું પૂરું થવા સમયે વાવવામાં આવેલી ડુંગળીની આવકો શરૂ થઈ ચૂકી છે. શુક્રવારે મહુવા ખાતે ૫૦ કિગ્રાનું એક એવા ૭૦૦૦ કટ્ટાની આવકો હતી. જેમાં ૫૦૦૦ કટ્ટા લાલ ડુંગળીના હતા. જ્યારે ૧૮૦૦-૨૦૦૦ કટ્ટા સફેદ ડુંગળીના હતાં. મહુવા ખાતે ભાવ રૂ. ૧૧૫-૬૩૨ બોલાતા હતા. જે બે દિવસ અગાઉ રૂ. ૮૦૦ પર ટ્રેડ થતા હતા. રાજકોટ ખાતે શુક્રવારે ૧૨,૦૦૦ ક્વિન્ટલની આવકો હતી. જ્યારે ભાવ રૂ. ૨૫૦-૬૫૦ બોલાતા હતા.

ગુજરાત કરતાં પણ ભાવમાં વધુ તીવ્ર ઘટાડો નાસિક ખાતે જોવા મળ્યો હતો. દેશમાં ડુંગળીના મુખ્ય મથક ખાતે ભાવ એક દિવસમાં ક્વિન્ટલે રૂ. ૫૦૦ ગગડયો હતો. ગુરુવારે નાસિક ખાતે રૂ. ૭૦૦-૨૪૦૦વાળા ભાવ શુક્રવારે રૂ. ૭૦૦-૧૯૦૦ જોવા મળ્યા હતા. જ્યારે મોડેલ ભાવ રૂ. ૨૧૫૦ પરથી રૂ. ૧૩૫૦ પર પટકાયા હતા.

બજાર વર્તુળોના મતે હાલમાં ગુજરાત ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતેથી આવકો જોવા મળી રહી છે. ચોમાસાના અંતિમ ચરણમાં વાવવામાં આવતી ડુંગળીનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે અને તેથી તેનો સંગ્રહ થઈ શકતો નથી. આમ તેને બજારમાં ઠાલવવી જ પડે છે.

જો સરકાર નિકાસ પ્રતિબંધને દૂર નહીં કરે તો આવકોનાં દબાણ હેઠળ ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે અને દિલ્હી ખાતે ખેડૂત આંદોલનનો સામનો કરી રહેલી સરકાર માટે ડુંગળીના ખેડૂતોનો આક્રોશ એક વધુ પડકાર બની રહેશે. સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ બાદ ડુંગળીના પાકને નુકસાન બાદ સરકારે દેશમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.