GUJARAT

દેશ ની એકતા, અખંડતા ને અસ્થિર કરવા બહાર આવેલા તત્ત્વોને દેશભક્તિથી જનતા જવાબ આપે -મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

 754 Total Views

અખંડ ભારતના નિર્માણ અને સરદાર સાહેબને ગૌરવ બક્ષવામાં ત્રણ ગુજરાતીઓનું મહત્વનું યોગદાન
સરદાર સાહેબની ૭૪ મી પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ ભાવાંજલી અર્પણ કરવામાં આવી.

આણંદઃ મંગળવારઃ ભારત દેશને એક અને અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ એવા સરદાર પટેલની આજે પુણ્ય તિથિ નિમિતે કરમસદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લઈ સરદાર સાહેબની તસ્વીર સમક્ષ શ્રદ્ધાસુમન અને ભાવાંજલી અર્પણ કરી હતી અને સરદાર ગૃહમાંની પ્રદર્શનીને નિહાળી હતી,
મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથે સંવાદ કરતા અને આઝાદી પ્રાપ્તિ માટે અને દેશના ૫૬૨ રજવાડાનું એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાની વિગતો આપતા જણાવ્યું હતું કે, રજવાડાનું એકીકરણમાં ગુજરાતી એવા સરદાર પટેલ , પ્રથમ પોતાનું રજવાડું અખંડ ભારતના નિર્માણમાં ભાવનગર સ્ટેટ અર્પણ કરનાર મહાન રાજવી શ્રીમાન કૃષ્ણકુમાર સિંહજી પણ પ્રથમ ગુજરાતી હતા, જ્યારે દુનિયા ભરમાં સોંથી ઊંચી એવી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનામાં મહત્વની ભૂમિકા અદા કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતી આમ ગુજરાતી હોવાનું ગોરવ લેતા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહય કે અખંડ ભારત નું નિર્માણ અનેક અવરોધો અને મુશ્કેલીઓ વચ્ચે થયું છે
આઝાદી પણ અનેક બલિદાનો બાદ પ્રાપ્ત થઈ છે ત્યારે વર્તમાન સંજોગોમાં દેશને અસ્થિર કરવાના થઇ રહેલા પ્રયાસો સામે આક્રોશ વ્યક્ત કરતા શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવા તત્વોને ઓળખી લેવા અને તેઓને દેશ ભક્તિથી જવાબ આપવા જનતાને અનુરોધ કર્યો હતો
કરમસદ નગર વિસ્તાર માં આવેલા સરદાર પટેલ નિવાસસ્થાન અને ચાર રસ્તા પાસેની સરદાર પટેલની પ્રતિમાને પણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ શ્રદ્ધા સુમન અને ભાવનજલી અર્પણ કરી હતીકલેક્ટર શ્રી આર.જી.ગોહીલ , અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર ,અને જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજીયાનને પણ સરદાર સાહેબની ૭૪ મી પુણ્ય તિથિએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા,
મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સાથે પૂર્વ સાંસદશ્રી દિલીપ પટેલ , રાજ્ય સભાના પૂર્વ સાંસદ શ્રી વડોદીયા ,અગ્રણીશ્રી વિપુલભાઈ પટેલ , કરમસદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગર સેવકો તેમજ મોટી સંખ્યામાં નગરજનો શ્રદ્ધાંજલિ ભાવાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published.