India

ઓક્સફર્ડની કોરોના વાયરસની વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષીત જણાઈ આવી.

 1,543 Total Views

ભારત સહિત દુનિયાભરના વિકાસશીલ દેશો માટે આશાનું કિરણ બનેલી ઓક્સફર્ડ યૂનિવર્સિટી અને દવા કંપની એસ્ટ્રાજેનેકા ની કોરોના વાયરસની વેક્સીન ને લઈને ખાનગી ક્ષેત્રના સંશોધકોએ તેને સંપૂર્ણ રીતે સુરક્ષીત ગણાવી છે. ઓક્સફર્ડની કોરોના વેક્સીનના અંતિમ તબક્કાના ટ્રાયલ (Third Trial) ના પરિણામોની સ્વતંત્ર સમીક્ષા પ્રતિષ્ઠિત મેડિકલ મેગેઝિન લાંસેટ માં છપાયા છે.

આ સંશોધનો માં એ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલ દરમિયાન કોરોનાની આ વેક્સીન (Vaccine) મહામારીને અટકાવવામાં સરેસાર 70 ટકા અસરકારક સાબિત થઈ છે. આ શોધ ભારત માટે પણ ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

સમીક્ષામાં ખુબજ અસરકારક સાબિત થઈ ઓક્સફર્ડની કોરોનાની વેક્સીન:

લાંસેટમાં પ્રકાશીત કરવામાં આવેલી શોધમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલ દરમિયાન કોરોના વેક્સીનના બે પુરતા ડોઝ આપવામાં આવતા તેની 62 ટકા ક્ષમતા અને પહેલા કરતા અડધા ડૉઝ અને ફરી સંપૂર્ણ ડોઝ આપવામાં આવતા આ વેક્સીન લગભગ 90 ટકા અસરકારક ક્ષમતા જોવા મળી છે.

ઓક્સફર્ડના વેક્સીન નિષ્ણાંત અને કોરોના વેક્સીન પ્રોજેક્ટને આગળ ધપાવતા પ્રોફેસર સારા ગિલ્બર્ટે કહ્યું હતું કે, બ્રિટન માટે આ વેક્સીનનો ઉપયોગ એક ખુબ જ સારી બાબત છે. 2020માં અમારા માટે પણ સારી બાબત રહેશે. અમે માત્ર બ્રિટનમાં જ કોરોનાની વેક્સીનની શરૂઆત નથી જોઈ રહ્યાં.

ઓછા ભાવે મોટા પ્રમાણમાં વિકસીત થઈ શકે છે ઓક્સફર્ડની વેક્સીન:

ઓક્સફર્ડની વેક્સીન પ્રોજેક્ટનું નેતૃત્વ કરનારા સારા ગિબ્લર્ડે કહ્યું હતું કે, આપણે જોઈ શકીએ છીએ કે આ વેક્સીન સુરક્ષીત છે અને ખુબ જ અસરકારક છે. આ વેક્સીન ખુબ જ ઓછા ખર્ચે મોટા પ્રમાણમાં બનાવી શકાય છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, કોરોના વેક્સીનને આવનાર સપ્તાહમાં નિયામક સંસ્થા તરફથી મળી શકે છે. ઓક્સફર્ડની વેક્સીનના ટ્રાયલના ડેટા પ્રમાણે બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં 23,745 લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી 82 ટકા લોકો 18 થી 55 વર્ષની વચ્ચેના હતાં. ત્યાર બાદ 56થી વધારે ઉંમરના લોકોને આ ટ્રાયલમાં શામેલ કરવામાં આવ્યા હતાં.

ઓક્સફર્ડ્ના જણાવ્યા પ્રમાણે 56 વર્ષથી વધારે ઉંમરના લોકોના ડેટાનું હજી સુધી અવલોકન કરવામાં આવ્યું નથી. પરંતુ આવનાર સમયમાં તેના વધાતે આંકડા સામે આવશે તો તેનું અવલોકન કરવામાં આવશે.

ઓક્સફર્ડની વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષીત : લાંસેટ:

લાંસેટ મેગેઝીને કહ્યું હતું કે, ઓક્સફર્ડની કોરોના વાયરસની વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષીત જણાઈ આવી છે. ટ્રાયલ દરમિયાન કુલ 23,745 લોકોમાંથી માત્ર 3 લોકો પર જ તેની વિપરીત અસર જોવા મળી હતી. આ ત્રણ લોકો પણ હવે સાજા થઈ ગયા છે અથવા તો સાજા થવાની તૈયારીમાં છે. આ લોકો ભવિષ્યમાં પણ વેક્સીનની ટ્રાયલનો ભાગ રહેશે જ.

ઓક્સફર્ડના ડોઝને લઈને ઉભા થએ રહેલા સવાલો વચ્ચે કંપનીના સીઈઓ પાસ્કલ સોરિઓટે જાહેરાત કરી હતી કે, તે દુનિયાભરમાં હજી વધારે ટ્રાયલ કરાવી શકે છે. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસની વેક્સીનની અસરકારક ક્ષમતાને ઓળખવા માટે તેનો વધુ એક લોઅર ડોઝ આપવામાં આવી શકે છે. બ્લ્યૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ઓક્સફર્ડની વેક્સીનનો લોઅર ડોઝે ફુલ ડોઝની સરખામણીમાં વધારે સારૂ પ્રદર્શન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.