GUJARAT

ચૂંટણી આયોગના સચિવ સહિથી જારી થયેલા આદેશમાં રાજ્યના અનેક અધિકારીઓમાં આ શબ્દની પસંદગીને લઈને વિવાદ સર્જાયો.

 1,258 Total Views

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ૬ મ્યુ. કોર્પોરેશન માટે વહેલી મતગણતરીની તારીખો ગોઠવનાર રાજ્ય ચૂંટણી આયોગે વધુ એક વિવાદ સર્જ્યો છે. આયોગના સચિવે સોમવારે જે ઉમેદવારના સામાન્ય રહેઠાણ (ઘરે) ફ્લશ જાજરૂ (વોટર ક્લોઝેટ) ન હોય તો તેવી વ્યક્તિ સભ્ય થવા ગેરલાયક ઠરતી હોવાનો ઉલ્લેખ કરીને ઉમેદવાર ફોર્મ ચકાસણી વખતે તપાસ કરીને નિર્ણય લેવા આદેશ કરતો પત્ર ગુજરાતના તમામ ચૂંટણી અધિકારીઓને કર્યો છે.

ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીની સહિથી સોમવારે જારી થયેલા આદેશમાં ‘ફ્લશ જાજરૂ’નો ઉલ્લેખ જોઈને રાજ્યના અનેક અધિકારીઓમાં આ શબ્દની પસંદગીને લઈને વિવાદ સર્જાયો છે. ચૂંટણી અધિકારીઓનું કહેવુ છે કે, ફ્લશ જાજરૂ એટલે જેમાં પાણી રેડવા માટે ટેન્ક હોય, દબાવવાથી ફ્લશ થાય. દરેક ઉમેદવારોના ઘરમાં તો આવુ જાજરૂ હોઈ ન શકે ? આવી ઉમેદવારી પત્ર ચકાસણી વખતે જો કોઈ રજૂઆત કરે તો ચૂંટણીમાં તેનું ફોર્મ રદ કરવુ પડે તેવી નોબત આવશે એ નક્કી છે.

આથી ‘ફ્લશ જાજારૂ’ને બદલે શૌચાલય શબ્દનો ઉપયોગ થવો જોઈએ. જો કે, અયોગના સચિવ મહેશ જોશીએ ઉમેદવારી ફોર્મમાં તેનો ઉલ્લેખ કર્યો નથી તેવો બચાવ કરતા આદેશ પત્રમાં છે કે, ”સામાન્ય રહેઠાણના સ્થળે ફ્લશ જાજરૂ (વોટર ક્લોઝેટ) ન હોય તેવી વ્યક્તિ સભ્ય (જનપ્રતિનિધી તરીકે ) માટે ગેરલાયક થશે. તે ઉમેદવારી ફોર્મનો ભાગ નથી. પરંતુ, આ અંગે કોઈ રજૂઆત આવે અથવા ચૂંટણી અધિકારીને જરૂર જણાય ત્યાં તે માટે તપાસ કરી શકશે, જરૂર જણાય ત્યાં પ્રમાણપત્ર કે સોંગદનામું માંગી શકશે, અને સમયમર્યાદામાં નિયમાનુસાર નિર્ણય કરી શકશે”

Leave a Reply

Your email address will not be published.