GUJARAT

નવરાજી જીલ્લાના ગણદેવી માં એક શાળા ખોલી દેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો.

 915 Total Views

કોરોના મહામારી (Corona virus)ના પગલે રાજ્યભરની તમામ શાળાઓ (School) બંધ જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યસરકાર (State Government) દ્વારા 23 નવેમ્બરથી શાળાઓ ખોલવાના નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો છે. પરંતુ નવરાજી જીલ્લાના (Navsari District) ગણદેવી (Ganadevi)માં એક શાળા ખોલી દેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ (Swaminarayan English Medium School) માં ધોરણ 12નાં નિયમોને નેવે મુકીને શાળાના ક્લાસ (Classroom) શરૂ કરી દેવામાં આવ્યા છે. આ અંગેના વીડિયો (Video) સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.

વીડિયોમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓને શિક્ષક શાળામાં જ ભણાવી પણ રહ્યાં છે. ક્લાસરૂમમાં 25 જેટલા વિદ્યાર્થીઓને એક શિક્ષક ભણાવી રહ્યાં છે. ભણાવી રહેલા શિક્ષકે સાહેબે તો માસ્ક પણ પહેર્યું નથી. કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં વર્ગો શરૂ કરનાર સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના આચાર્યુંએ વિદ્યાર્થીઓના વાલીઓ પર દોષનો ટોપલો ઢોળી દીધો છે.

શાળાના આચાર્યએ હાથ ઉંચા કરી લેતા કહ્યું હતું કે, અમારા પર શાળા શરૂ કરવા વાલીઓનું દબાણ હતું. વાલીઓએ રજૂઆત કરી હતી કે, અમારા બાળકોનું ભણતર બગડી રહ્યું છે. તેથી અમે શાળા શરૂ કરી છે. અમારૂં CBSE બોર્ડ છે અને અમને બોર્ડે એવું કહ્યું છે કે, જો બાળકોને અભ્યાસક્રમમાં કંઇ ખબર ન પડતી હોય તો તમે તેમને શાળામાં બોલાવી શકો છો. માટે જ અમે ક્લાસ શરૂ કર્યા હતાં.

આ ઘટનાને લઈને ગુજરાત કૉંગ્રેસનાં પ્રવક્તા મનિષ દોશીએ સરકારમાં પ્રહાર કરતા કરતા કહ્યું હતું કે, આ ગંભીર અને ચેતવણી રૂપ છે. આ ઘટના પરથી એકવાત સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. હપ્તા લેવાના કારણે કોઇપણ ખાનગી શાળાના સંચાલકો સામે કોઇ પગલા લેવાતા નથી. તેનું આ ફરી ઉદાહરણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.