1,112 Total Views
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
દેશમાં કોરોના વાયરસનો કહેર સતત યથાવત છે. કોરોનાના વધતા કેસને જોતા અનેક રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં પૂર્ણ લોકડાઉનની માગ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, “કોરોનાના વધતા કેસને રોકવા માટે હવે માત્ર એક જ રસ્તો બચ્યો છે અને તે છે પૂર્ણ લોકડાઉન.” રાહુલ ગાંધીનું ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડને પાર કરી ગઈ છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “હાલમાં કોરોનાનો સામનો કરવા માટે પૂર્ણ લોકડાઉન લગાવવું જ એકમાત્ર ઉપાય છે અને સરકાર આ તરફ ધ્યાન આપવાની જરૂરત છે.” તેમણે આગળ લખ્યું, “સમાજના કેટલાક લોકોને ન્યાય યોજનાનો લાભ આપીને પૂર્ણ લોકડાઉન લગાવી શકાય છે જેથી લોકોના જીવ સમય રહેતા બચાવી શકાય.” રાહુલ ગાંધી આ પહેલા પણ કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે કેન્દ્ર સરકારને પોતાના સૂચનો આપતા રહ્યા છે.