1,632 Total Views
રવિવારે ભારતીય હવામાનખાતા (IMD)એ એક એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું હતું કે સોમવારથી સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ શરૂ થવાની અપેક્ષા છે અને IMDએ લોકોને ઘરમાં અને વર્ષાંતની પાર્ટીઓમાં આલ્કોહોલથી દૂર રહેવાની સલાહ આપી હતી. હવામાનખાતાએ સોમવારથી દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. આવા વાતાવરણમાં આલ્કોહોલનું સેવન હિતાવહ નથી કેમ કે તેનાથી શરીરનું તાપમાન ઘટી શકે છે. તેણે સલાહ આપી હતી કે બની શકે તો ઘરમાં જ રહો અને વિટામિન સીની વિપુલ માત્રા ધરાવતાં ફળનું સેવન કરો.
મેદાની પ્રદેશોમાં સૌથી ઠંડં શહેર યુપીમાં ફુરસતગંજ
રવિવારે મેદાની પ્રદેશોમાં સૌથી ઠંડં શહેર ઉત્તરપ્રદેશમાં ફુરસતગંજ નોંધાયું હતું, ત્યાં સવારનું તાપમાન ૩.૧ઢ્ઢઝ્ર નોંધાયું હતું. ઉત્તર ભારતના અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું હતું. નોંધનીય છે કે મેદાની પ્રદેસોમાં ગંભીર કોલ્ડ વેવનું એલર્ટ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે લઘુતમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય અથવા તો લઘુતમ તાપમાનથી ૬.૪ ડિગ્રીથી વધારે ઘટાડો નોંધાય.
નોંધનીય છે કે ગયા રવિવારે ૩.૪ ડિગ્રીના લઘુતમ તાપમાન સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધવામાં આવ્યો હતો. રવિવારે ઠંડીમાં વધારા સાથે ભારે ધુમ્મસે પણ ઉત્તર ભારતને પરેશાન કર્યું હતું. ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં રવિવારે સવારે ભારે ધુમ્મસ છવાયેલું હતું. ભારે ધુમ્મસના કારણે અમૃતસર, પટિયાલા અને અંબાલામાં -૨૫ મીટરની દૃશ્યતા નોંધાઈ હતી. હવામાનખાતાની આગાહી અનુસાર આગામી ૪૮ કલાકમાં દેશમાં કેરળ જેવા કેટલાક સ્થાનો પર વરસાદ અને હિમાચલના કેટલાક સ્થાનો પર ભારે હિમવર્ષા થવાની અપેક્ષા છે.