GUJARAT

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 1,508 Total Views

ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ચારેબાજુ ફરી વળ્યું છે, તેવા હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. નવા વર્ષે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના સેવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 અને 3 જાન્યુઆરીએ વરસાદ સાથે કાતિલ ઠંડી પડશે. એટલે રાજ્યભરના લોકોને કૃદરતા બે પ્રકોપનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગ દ્વારા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કાતિલ ઠંડીનું મોજું પણ રહેવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે વર્ષ 2021ની શરૂઆત કાતિલ ઠંડી અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે થશે આ સાથે નવા વર્ષની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અને નલિયામાં કોલ્ડવેવ યથાવત રહેશે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારો ઠંડાગાર બની રહેશે. ઉત્તરાયણ સુધીમાં ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ થવાની શકયતા છે.

હવામાનની આગાહી પ્રમાણે, 31 ડિસેમ્બર સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે બર્ફીલા પવનો ફૂકાવાને લીધે ગોહિલવાડ ઠંડુગાર થઈ ગયું છે. ઠંડીનો પારો ગગડીને 10.9 ડિગ્રીએ અટક્યો છે. 8 કિ.મી.ની ઝડપે સતત ઠંડા પવનો ફૂકાવાને લીધે રાત્રે કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. આ શિયાળાનું સૌથી નીચુ તાપમાન આજે નોંધાયુ છે.

હવામાન વિભાગની ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી, નવા વર્ષની શરૂઆત જાણો કયા કેવી ઠંડી, વરસાદ સાથે થશે?

હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર માસના છેલ્લા ચાર દિવસ એટલે કે 28 થી 31 ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઠંડીનું કાતિલ મોજુ ફરી વળવાની આગાહી કરવામાં આવી હતી ચાલુ વર્ષે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો રેકોર્ડ તૂટે તેવી શક્યતા રહેલી છે. સોમવારે ઠંડી 11.2 ડિગ્રી હતી. જેમાં સવા ડિગ્રી જેટલો છેલ્લા ૨૪ કલાકમાં ઘટાડો થયો હતો. ઠંડીનો પારો 10.9 ડિગ્રીએ ગગડીને અટકી ગયો હતો. આમ સોમવારની રાત્રિ સીઝનની સૌથી વધુ ઠંડી રાત સાબિત થઈ હતી.

આજે વહેલી સવારે ભાવનગર શહેર તથા જિલ્લાના અનેક માર્ગો પર ધુમ્મસ છવાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી હતી. જ્યારે રસ્તાઓ વાહન વ્યવહાર સાવ ઓછો નજરે પડતો હતો. સાંજ પડતા એસ.ટી. બસ તથા ખાનગી વાહનોમાં મુસાફરોની સંખ્યા પણ નજીવી નજરે પડતી હતી.

નલિયામાં2.7 ડિગ્રી: ઝાકળ ૫ણ જામીને બરફ બની

છેલ્લા પાંચ દિવસથી નલિયાએ રાજ્યનાં સૌથી ઠંડા મથક તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. તેમાંય આજે તો વધુ એક ડિગ્રી ઘટીને 2.7 ડિગ્રીએ ઉપર આવી જતાં સમગ્ર પંથક ઠંડુંગાર બની ગયું છે. વળી, આજે જિલ્લાનાં અન્ય મથકોનું પણ તાપમાન ગગડીને સિંગલ ડિજિટમાં આવી જતાં સમગ્ર કચ્છમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હજુ પણ આ જ રીતે સતત ત્રણ દિવસ સુધી ઠંડી જારી રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આજે પણ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ઝાકળ બિંદુઓ જામીને બરફ જેવી પરત રચી હતી.

કચ્છમાં ડિસેમ્બરનાં પહેલાં અઠવાડિયાથી જ ઠંડી પડવાની શરૂઆત થઇ છે, જે માસના અંત સુધીમાં વધુ કાતિલ બની છે. કારણ કે, છેલ્લા પાંચ દિવસથી જે રીતે તાપમાનનો પારો ગગડીને તળિયે પહોંચી ગયો તેને કારણે હાડ થિજાવતી ઠંડીનો લોકોને અહેસાસ થઇ રહ્યો છે. તેવામાં મંગળવારે પણ નલિયા 2.7 ડિગ્રી તાપમાને રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું છે. તો અન્ય મથકો પણ સિંગલ ડિજિટમાં આવી ગયા છે. ભુજનું તાપમાન 9 ડિગ્રી, કંડલા પોર્ટનું 9.5 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટનું તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું છે.

તાપમાનનો પારો ગગડીને તળિયે આવી જતાં સમગ્ર કચ્છ ઠંડુંગાર બની ગયું છે. ઠંડીની સીધી અસર જનજીવન પર પડી રહી છે. ખાસ કરીને સવારનાં સમયે, સાંજના સમયે લોકો ઘરમાં જ રહેવાનું વધુ પસંદ કરતાં રસ્તા પર લોકોની પાંખી અવરજવર જોવા મળી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ સુધી ઠંડી યથાવત્ રહેશે તેવી આગાહી કરી દેવામાં આવી છે, તે જોતાં આગામી દિવસોમાં પણ લોકોને ઠંડીમાં રાહત થવાની સંભાવના નહીંવત છે.

Leave a Reply

Your email address will not be published.