International NRI

કોરોનામાં નોકરી ગઇ અને આ કપલને બ્રિટનમાં લાગી છપ્પર ફાડકે લોટરી

 565 Total Views

શિબૂ પોલ અને લિનનેટ જોસેફ એક મલાયલી કપલ છે જે બ્રિટનના નોટિંઘમમાં રહે છે. એક દિવસ તેમને ખબર પડી કે તેઓ 1.84 કરોડ રૂપિયાની લિમ્બોર્ગિની ઉર્સ કાર જીત્યા છે તો તેમને વિશ્વાસ નહોતો થતો. પરંતુ આ હકીકત હતું કારણ કે શિબૂ ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ દ્વારા આયોજીત લાઇફસ્ટાઇલ કોમ્પિટિશનનો વિનર બન્યો હતો. શિબૂએ કોરોના વાયરસમાં નોકરી ગુમાવી દીધી હતી પરંતુ જ્યારે તેમણે કોમ્પિટિશનમાં લિમ્બિર્ગિનીની ડિગ્ગી ખોલી તો તેઓ શોક્ડ રહી ગયા. કારણ કે 18.94 લાખ રૂપિયાનું પ્રાઇઝ મની પણ હતું.

કોટ્ટયમ જિલ્લાના પિરાવોમની પાસે વેલ્લૂર છે. 31 વર્ષનો શિબૂ અહીંનો મૂળ નિવાસી છે. એક વર્ષ પહેલાં જ યુકે શિફ્ટ થયા હતા. આની પહેલાં કોચ્ચીમાં એક સ્ટુડિયોમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. શરૂઆતમાં આ કપલ કેમ્બ્રીજમાં રહેતું હતું પરંતુ ત્યાં રહેવું મોંઘું હતું. આથી તેમણે નોટિંઘમ શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. લિનનેટ હાલમાં નોટિંઘમ સિટી હોસ્પિટલમાં એક સ્ટાફ નર્સ છે.

શિબૂ કોરોના મહામારીના લીધે બેરોજગાર છે. તેમણે ઘણા બધા ઇન્ટરવ્યુ આપ્યા પરંતુ ફોન કોલ્સ આવવાની બધેથી રાહ જુએ છે. આ બધાની વચ્ચે તેમણે 1800 રૂપિયામાં BOTB માટે ત્રણ ટિકિટ ખરીદી.

અગાઉ પણ ત્રણ વખત મેં આ ટિકિટ ખરીદી હતી પરંતુ હું આમ કરવામાં સફળ થયો નહોતો. છેલ્લી વખત મેં ફોર્મ તો ભર્યું પરંતુ આ અંગે ભૂલી ગયો હતો. મારી પત્ની નાઇટ શિફ્ટ બાદ નેપ લઇ રહી હતી અને જ્યારે ડોર બેલ વાગ્યો તો અમને એક બ્રાન્ડ ન્યૂ લિમ્બોર્ગિની અને 20000 પાઉન્ડના પ્રાઇઝ મનીના માલિક હતા. અમે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો કારણ કે આ દરમ્યાન અમે મારી જોબને લઇ ચિંતિત હતા.

જ્યારે BOTBના રિપ્રેઝન્ટિટિવે તેમને ગાડીની ડેકી ખોલવાનું કહ્યું ત્યારે અમે દંગ રહી ગયા. કારણ કે તેમાં પ્રાઇઝ મનીનો એક ચેક હતો. ખેર કપલે લિમ્બોર્ગિનીના બદલે કેશ લેવાનું પસંદ કર્યું. કારણ કે શિબુ પોતાની ટોયોટા યારિસની સાથે ખુશ છે અને હા તેમણે નોટિંઘમમાં એક ઘર ખરીદવાનું છે.

Leave a Reply

Your email address will not be published.