767 Total Views
જમ્મૂ-કાશ્મીરમાં આતંકિયો વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન ચાલું છે. ખાનગી જાણકારી બાદ નગરોટામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે અને દરેક નાકા પર અવર જવર કરનાર વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે. તે દરમિયાન સુરક્ષા દળોએ બાન ટોલ પ્લાઝાની પાસે એક નાકું બનાવ્યું હતું.
વાહનોની તપાસ દરમિયાન, આતંકવાદીઓના એક જૂથે સુરક્ષાદળો પર આજે સવારે 5 વાગે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ આતંકીઓ જંગલની બાજુ ભાગ્યા હતા. ત્યારબાદ સામસામે ફાયરિંગ શરૂ થયું છે. તેમાં સુરક્ષા જવાનોએ 4 આંતકીઓને ઠાર માર્યા છે. એકાઉન્ટના કારણે જમ્મૂ-કાશ્મીર-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ છે.
માનવામાં આવી રહ્યું છે કે 3-4 આતંકવાદીઓ ટ્રક મારફતે જમ્મૂ-શ્રીનગર હાઈવેના રસ્તે કાશ્મીર જવાની કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન સુરક્ષા જવાનોએ આતંકીઓને ઘેરી લીધા અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.