1,273 Total Views
રાજકોટ ડેરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગરમાયો છે. રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા પર ગંભીર આરોપ લગાવ્યા. જેથી દિલીપ સખીયા રાજકોટ ડેરીના ચેરમેનના આક્ષેપો સામે ધુવા ફુવા થયા. દિલીપ સખીયાએ માનહાનીનો દાવો કરવાની વાત કહી.
આપને જણાવી દઈએ કે આ પહેલા કિસાન સંઘે રાજકોટ ડેરીમાં ભ્રષ્ટાચારનો આરોપ કર્યો હતો. તેથી રાજકોટ ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે હવે ડેરીના ચેરમેન અને કિસાન સંઘના દિલીપ સખીયા સામસામે થયા છે. રાજકોટ ડેરીના ચેરમેન રાણપરિયાએ દિલીપ સખીયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યું કે નેપાળ બોર્ડરે 15 કિલો સોનું પકડાયું હતું જેમાં દિલીપ સખિયા સામેલ હતા. આ સિવાય રણપરિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે દિલીપ સખિયાના કારણે 3 લોકોએ આપઘાત કર્યો. ઉપરાંત, કાલાવડ ડાયરાના રૂ.1 કરોડ ચાઉં કરી ગયાનો આરોપ પણ લગાવ્યો.જ્યારે બીજી તરફ દિલીપ સખીયા રણપરિયાના આરોપો બાદ ધુઆંપુઆં થયા હતા. દિલીપ સખીયાએ કહ્યું કે,‘જો હું દાઉદનો માણસ છું તો તમારે દાઉદ સાથે બેઠક થતી લાગે છે.’ સખીયાએ કહ્યું કે આવા ખોટા આરોપો કરી ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે માનહાનીનો દાવો કરવાનું પણ કહ્યું અને કહ્યું કે સરકાર અને પોલીસે દાઉદને પકડવા રણપરિયાનો સંપર્ક કરવો જોઇએ. આ સિવાય રણપરિયાએ પણ આક્ષેપ કરનારા સામે માનહાનિનો દાવો કરવાની વાત કહી. ઉપરાંત, પોતાના ગામના 11 લોકોની ભરતી કર્યાનો સ્વીકાર કર્યો.