GUJARAT

ધ ઈન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે મે-જૂન તથા નવેમ્બર ડિસેમ્બરમાં બે વખત ફાઉન્ડેશન ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા લેવાય છે.

 800 Total Views

ધ ઈન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (The Institute of Chartered Accountants of India)દ્વારા દર વર્ષે મે-જૂન તથા નવેમ્બર ડિસેમ્બરમાં બે વખત ફાઉન્ડેશન (Foundation), ઈન્ટરમીડિએટ (Intermediate)અને ફાઈનલની પરીક્ષા લેવાય છે. સીએ કોર્ષ (CA Course)માં પ્રવેશ માટે ફાઉન્ડેશન પ્રોગ્રામ (Foundation Program)જરૂરી છે. જેના માટે ધો.12 કોર્મસ (Std.12 Commerce)પાસ હોવું જરૂરી છે. પરંતુ માર્ચમાં ધો.12ની પરીક્ષા આપ્યા બાદ મે-જૂનમાં રિઝલ્ટ આવે ત્યારે વિદ્યાર્થી ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકતો નહોતો.

નવેમ્બર-ડિસેમ્બર સુધી રાહ જોવી પડતી હતી. જેથી સીએ એક્ટની જોગવાઈમાં સુધારો કરી ધો.10 પાસ વિદ્યાર્થી પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે મુજબ સીબીએસઈ ઉપરાંત કોઈપણ રાજ્યના માન્ય બોર્ડમાંથી ધો.10 પાસ કર્યા બાદ વિદ્યાર્થી ફાઉન્ડેશન માટે રજિસ્ટ્રેશન કરાવે જે પ્રોવિઝનલ ગણાશે. મે-જૂનમાં ધો.10નું પરિણામ આવ્યા બાદ નવેમ્બરની પરીક્ષા નહીં આપી શકે પરંતુ તેની સ્ટડી મટીરિયલ અપાશે. ફાઉન્ડેશન પરીક્ષા આપવા માટે ધો.12 કોમર્સની પરીક્ષા આપેલી હોવી જરૂરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓએ મે / જૂન અથવા નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં લેવાનાર પરીક્ષા માટે અનુક્રમે જાન્યુઆરી પહેલા અથવા જુલાઈના પ્રથમ દિવસે સંસ્થાના અધ્યયન મંડળમાં નોંધણી કરાવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, ફાઉન્ડેશનની પરીક્ષામાં હાજર થતાં પહેલાં 4 મહિનાનો અભ્યાસ સમયગાળો જરૂરી છે.

આઈસીએઆઈના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવેલી ઓફિશિયલ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નોંધણી ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવી જોગવાઈ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પ્રવેશવાની મંજૂરી અપાશે, જેથી તેમને સીએની પરીક્ષા માટે વધુ સમય મળશે.

Leave a Reply

Your email address will not be published.