GUJARAT

થર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે ગૃહવિભાગ નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

 1,460 Total Views

થર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે ગૃહવિભાગ નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોવિડ ગાઈડલાઈન નો કડક અમલ કરવા લોકોને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ (Gujarat Police)ને પણ કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ કરાવવા મોટી છૂટછાટ આપાવામાં આવી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે ગૃહવિભાગનું જાહેરનામાની તમામ જિલ્લા પોલીસ વડા, રેન્જ IG, કલેક્ટરને સૂચના આપી દેવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ નિયમ ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહના આદેશ છૂટ્યા છે.

ગૃહવિભાગના જાહેરનામામાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો કડક અમલ કરાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. 31 ડીસેમ્બરને લઈને ગૃહ વિભાગનો તમામ જિલ્લા પોલીસ વડાઓ, રેન્જ આઈજી અને કલેક્ટરોને પત્ર લખવામાં આવી ચૂક્યો છે. 31 ડીસેમ્બરની ઉજવણી સંદર્ભે તકેદારી રાખવા આદેશ કરાયો છે.

ઈસુના નવા વર્ષની જાહેર અને મદીરા સેવનથી વધામણી કરવાનું આ વખતે અમદાવાદવાસીઓને થોડું આકરૂ પડી શકે તેમ છે. શહેર પોલીસ કમિશનરે બુધવારે કરેલી જાહેરાત મુજબ, શહેર અને શહેર ફરતે જાહેર કે ખાનગી ઉજવણીઓ રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ થઈ ગઈ છે. નશો કરીને નિકળનારાને ચેક કરવા આ વખતે કોરોના મહામારીના પરિણામે પોલીસ કર્મી મોં સૂંઘીને તો નહીં જ કરે પરંતુ સામાન્યપણે અપનાવાતા બ્રેથ એનેલાઈઝર્સનો પણ ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે એટલે કે, નશો કર્યો હોવાની નાનકડી આશંકા પણ પડશે તો તે દરેક વ્યક્તિને હોસ્પિટલમાં બ્લડ આલ્કોહોલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને ત્યાં રિપોર્ટ મુજબ જ આગળની કાર્યવાહી થશે.

આમાં, સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે, આવા નશાની શંકાવાળા દરેક વ્યક્તિને સોલા અથવા અસારવા સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલાશે અને આ બંને હોસ્પિટલ કોરોના કેર માટેની છે. આમ, એક તો સ્થળ પર જ શંકાનું નિર્મૂલન કરી જવા દેવાતા હતા તેના બદલે મોટી સંખ્યામાં લોકોને બ્લડ ટેસ્ટ માટે દોડાવવા પડશે અને ત્યાં પણ કોરોના સંક્રમણનું તો જોખમ રહેશે જ.

અમદાવાદમાં 31 ડિસેમ્બર માટે શહેર પોલીસની તૈયારીઓ પુરી થઈ ગઈ છે. આ વખતે બંદોબસ્તમાં 7 DSP, 14 SP, 50 PI, 100 PSI અને 3500 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. રાત્રે 9 વાગ્યા બાદ ઝડપાયેલા તમામનુ મેડીકલ પરિક્ષણ કરવામા આવશે. પોલીસ ખાનગી જગ્યાએ સરપ્રાઇઝ ચેકીંગ કરશે. દિવસ દરમિયાન પણ જે જાહેરનામા હશે તે પ્રમાણે પાલન કરવું પડશે અને જો વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અમદાવાદના 30 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાં તપાસ કરવામાં આવશે. દરમિયાન, નવા વર્ષની વધામણી માટેની તમામ પ્રકારની ઉજવણી ઉપર શહેર પોલીસે પ્રતિબંધ લાદી દીધો છે. આ માટે શહેરમાં રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યૂની કડક અમલવારી શહેર પોલીસ કરાવશે.

અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસ, હોટલો, કલબો, કાફે તેમજ અન્ય જગ્યાઓ પર પાર્ટી કે ઉજવણી કરી શકાશે નહી. આજ સવારથી અમદાવાદમાં પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ આપી દેવામાં આવ્યા છે. શહેરમાં ચાર હજાર જેટલા પોલીસ ખડેપગે તહેનાત રહેશે.

S.G અને S.P હાઇવે ઉપર આવેલા તમામ પાર્ટી પ્લોટ તથા આયોજકો સાથે પોલીસે બેઠક યોજીને જાણ પણ કરી દીધી છે કે આ વર્ષે કોઈ પણ પ્રકારની પાર્ટી કે સેલિબ્રેશનના આયોજન કરવામાં આવશે નહીં. જો નિયમોનું ઉલ્લઘંન થશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવી જાણ પણ પોલીસ વિભાગ દ્વારા કરાઈ છે.પોલીસ વિભાગ તરફ્થી પણ વધારાનો પોલીસ સ્ટાફ અમદાવાદ શહેરમાં તૈનાત કરી દેવામાં આવશે. શહેરના એસજી હાઇવે તથા સીજીરોડ ઉપર કોઈ પણ પ્રકારની ઉજવણી કરાશે નહીં.

કરફ્યૂમાં વાજબી કારણોવાળા લોકોને એન્ટ્રી કે એક્ઝિટ કરવા દેવામાં આવશે

જો કોઇ વ્યકિત બહાર ગયા હશે તેવા લોકોએ રાત્રીના 10 વાગ્યા પહેલા પરત આવી જવુ પડશે. જો 10 વાગ્યા બાદ આવશે તો તેવા લોકો વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધાશે. શહેરમાં ૩૦થી વધુ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટો પર ચેકપોસ્ટ ગોઠવી દેવામાં આવી છે. રાત્રીના નવ વાગ્યા બાદ આવશ્યક કારણોસર લોકોને એન્ટ્રી આપવામાં આવશે.

બોપલ, શીલજમાં કે ફાર્મ હાઉસમાં પાર્ટી કરતાં ચેતજો

બોપલ, શીલજ, શેલા સાણંદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા લોકો ફાર્મ હાઉસ, હોટલો કે, અન્ય જગ્યાઓ પર 31 ડિસેમ્બરની પાર્ટી કે ઉજવણી થઇ શકશે નહી. આ ઉપરાંત આવી જગ્યાઓ પર પોલીસ બાઇકથી પેટ્રોલીંગ કરીને વોચ રાખશે. ગ્રામ્ય વિસ્તારમાં ચાર ડિવાયએસપી, એસઓજી, એલસીબીની ટીમો દ્રારા ખાસ ચકાસણી કરવામાં આવશે. બહારથી આવતા પ્રવેશદ્વાર પર આવશ્યક કારણો વગર કોઇને પ્રવેશ આપવામાં આવશે નહી અને બીનજરૂરી ફરતા લોકો વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવશે તેવુ અમદાવાદના રેન્જ આઇજી. કે.જી. ભાટીએ જણાવ્યુ હતુ.

રાજકોટમાં પણ 31st ને લઈને પોલીસનું સઘન ચેકીંગ રહેશે. ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં 43 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. 48 મોટર સાયકલ અને 18 ફોર વહિલથી પોલીસ પેટ્રોલિંગ કરશે. રાત્રે 10 વાગ્યા પછી બહાર નીકળતા લોકો સામે કરફ્યુ ભંગના ગુના નોંધાશે. દારૂના નશામાં ઝડપાયેલા લોકોના મેડિકલ ચેકઅપ કરાશે. 31st ઘરમાં જ ઉજવવા પોલીસની અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.