GUJARAT

બિલ્ડીંગ્સમાં ફાયર સેફ્ટિ એક્ટનો અમલ યોગ્ય રીતે થતો ન હોવાના મુદ્દા પર થયેલી અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યા.

 1,354 Total Views

રાજ્યમાં બહુમાળી ભવનો, હોસ્પિટલ્સ, શાળાઓ સહિતની બિલ્ડીંગ્સમાં ફાયર સેફ્ટિ એક્ટનો અમલ યોગ્ય રીતે થતો ન હોવાના મુદ્દા પર થયેલી અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યા છે કે, અમદાવાદમાં ફાયરમેનની ખાલી પડેલી ૯૯ જગ્યાઓ ભરવા માટે શું કાર્યવાહી થઈ રહી છે?

વડોદરા અને રાજકોટમાં સ્થિતિ શું છે? જે બિલ્ડીંગ્સ પાસે ફાયર સેફ્ટિનુ એનઓસી જ નથી તો તેમને બીયુ પરમિશન કેવી રીતે મળે છે? બિલ્ડીંગ્સમાં ફાયર સેફ્ટિ હોય છે અને હોસ્પિટલમાં ન હોય તો સ્થિતિ શું સર્જાય?

બિલ્ડીંગ્સમાં હોસ્પિટલની મંજુરી કેવી રીતે અપાય છે? હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટિની સુવિધા હોય, પરંતુ બિલ્ડીંગ્સમાં ફાયર સેફ્ટિની પૂરતી સુવિધા હોય નહીં, તે સંજોગોમાં શું થાય? આ તમામ અંગે જવાબ આપો.

પિટિશનમાં ઉઠાવાયેલા મુદ્દાઓ

ફાયર સેફ્ટિ મુદ્દે સરકાર યોગ્ય જવાબ આપતી નથી
AMC સહિત તમામ મનપા અને નગરપાલિકામાં ફાયર વિભાગમાં જગ્યાઓ ખાલી
પિરાણા વિસ્ફોટમાં ૧૩ના મોત, ફેક્ટરી ગેરકાયદેસર હતી
ફેક્ટરી ઈન્સ્પેક્ટર પાસે પણ માહિતી નથી
શહેરમાં અંદાજે ૩૦,૦૦૦ ફેક્ટરીઓ, જેમાં ૨,૦૦૦ જ નોંધાયેલી
હોસ્પિટલ, શાળા અને બહુમાળી ભવનોમાં ફાયર સેફ્ટિ સંદર્ભનો અભાવ

HOMEAHMEDABAD ‘ફાયર સેફ્ટીના NOC વિના બીયુ પરમિશન કેવી રીતે મળી જાય છે?’, પિટિશનમાં ઉઠાવાયેલા જાણો મુદ્દાઓ!
‘ફાયર સેફ્ટીના NOC વિના બીયુ પરમિશન કેવી રીતે મળી જાય છે?’, પિટિશનમાં ઉઠાવાયેલા જાણો મુદ્દાઓ!
December 16, 2020 | 7:35 am IST
312 Share

રાજ્યમાં બહુમાળી ભવનો, હોસ્પિટલ્સ, શાળાઓ સહિતની બિલ્ડીંગ્સમાં ફાયર સેફ્ટિ એક્ટનો અમલ યોગ્ય રીતે થતો ન હોવાના મુદ્દા પર થયેલી અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યા છે કે, અમદાવાદમાં ફાયરમેનની ખાલી પડેલી ૯૯ જગ્યાઓ ભરવા માટે શું કાર્યવાહી થઈ રહી છે?

વડોદરા અને રાજકોટમાં સ્થિતિ શું છે? જે બિલ્ડીંગ્સ પાસે ફાયર સેફ્ટિનુ એનઓસી જ નથી તો તેમને બીયુ પરમિશન કેવી રીતે મળે છે? બિલ્ડીંગ્સમાં ફાયર સેફ્ટિ હોય છે અને હોસ્પિટલમાં ન હોય તો સ્થિતિ શું સર્જાય?

બિલ્ડીંગ્સમાં હોસ્પિટલની મંજુરી કેવી રીતે અપાય છે? હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટિની સુવિધા હોય, પરંતુ બિલ્ડીંગ્સમાં ફાયર સેફ્ટિની પૂરતી સુવિધા હોય નહીં, તે સંજોગોમાં શું થાય? આ તમામ અંગે જવાબ આપો.

પિટિશનમાં ઉઠાવાયેલા મુદ્દાઓ

ફાયર સેફ્ટિ મુદ્દે સરકાર યોગ્ય જવાબ આપતી નથી
AMC સહિત તમામ મનપા અને નગરપાલિકામાં ફાયર વિભાગમાં જગ્યાઓ ખાલી
પિરાણા વિસ્ફોટમાં ૧૩ના મોત, ફેક્ટરી ગેરકાયદેસર હતી
ફેક્ટરી ઈન્સ્પેક્ટર પાસે પણ માહિતી નથી
શહેરમાં અંદાજે ૩૦,૦૦૦ ફેક્ટરીઓ, જેમાં ૨,૦૦૦ જ નોંધાયેલી
હોસ્પિટલ, શાળા અને બહુમાળી ભવનોમાં ફાયર સેફ્ટિ સંદર્ભનો અભાવ

સરકારની રજૂઆત

ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂંક અપાઈ
જ્યાં ખામીઓ છે, તેને દૂર કરવા પ્રયત્નશીલ
તમામ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની ભરતી માટે જાહેરાત બહાર પાડી
કોર્પોરેશન વિસ્તારમાં ફાયર સેફ્ટિની ખાલી જગ્યાઓ પર ૧૫ દિવસમાં ભરાશે
ફાયર સેફ્ટિનુ એનઓસી ન હોય તો ગટર, પાણી અને વીજળી જોડાણ કાપી શકાય
લોકો એનઓસી મેળવ્યા બાદ, તેને રિન્યુ કરાવવામાં બેદરકાર
અમદાવાદમાં ૨૨૦૦ હોસ્પિટલોમાંથી ૨,૧૨૧ પાસે ફાયરનુ એનઓસી
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો અમલ કેમ નહીં : હાઈકોર્ટ

હાઈકોર્ટે રાજ્ય સરકારને ફરી સવાલ કર્યો છે કે, કેન્દ્ર સરકારે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ ( રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન ) એક્ટ-૨૦૧૨ બનાવેલો છે. ત્યારે ગુજરાતમાં હજુ સુધી તેનો અમલ કેમ કરાયો નથી ? નિયમો કેમ બનાવ્યા નથી ? આ અંગે સરકારે જવાબ આપ્યો હતો કે, આ મુદ્દે ઝડપી અમલ માટે કાર્યવાહી કરીશું.

હાઈકોર્ટે સરકારને એ પણ પૂછયું છે કે ઈમ્પેક્ટ ફી વસુલીને રહેણાંકનો હેતુ ફેર કરીને અન્ય હેતુ માટે મંજૂરી કેવી રીતે આપી શકાય ? શ્રેય હોસ્પિટલ પહેલા રહેણાંક ઈમારત હતી, ઈમ્પ્રેક્ટ ફી લઈને તેને હોસ્પિટલમાં કંઈરીતે ફેરવી શકાય ? આગ લાગે ત્યારે ધ્યાન રાખવુ પડે, પરંતુ દર્દીઓ શું કરે ? કોર્ટે હળવી ટકોર કરતાં કહ્યું હતુ કે, આ પ્રકારની ઘટનાની તપાસ તો સ્કોટલેન્ડ યાર્ડને સોંપવી જોઈએ, પરંતુ આ કોર્ટને તેની સત્તા નથી.

Leave a Reply

Your email address will not be published.