1,235 Total Views
હાથરસ કાંડમાં પોલીસ અને પ્રશાસનની કાર્યપ્રણાલી પર ચારેકોર સવાલ ઉઠી રહ્યાં છે. પીડિતાના ગામમાં ઘેરાબંધી કરી દેવામાં આવી છે. કોઈને પણ ગામમાંથી બહાર અને બહારથી કોઈને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગામમાં તૈનાત પોલીસ બંદોબસ્ત વચ્ચે છુપાઈને મીડિયા સામે આવેલા એક યુવકે પોલીસ અને પ્રશાસન પર ફરી એકવાર ગંભીર સવાલો ખડાં કર્યા છે.
આ યુવકે સનસની ખુલાસો કરતા કહ્યું હતું કે, પીડિતાના પરિજનો મીડિયા સાથે વાતચીત કરવા માંગે છે પણ તેમને ઘરમાં જ નજર કેદ કરી લેવામાં આવ્યા છે. તમામના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા છે. પીડિતાના દાદાને છાતી પર લાત મારવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો શિકાર બનેલ યુવતીનાનો પરિવાર ભયનાં ઓથાર હેઠળ જીવી રહ્યો છે. પોલીસે મૃતક દીકરીના ગામની કિલ્લેબંધી કરી દીધી છે. પરંતુ પોલીસની નજરોથી ખેતરમાંથી ભાગેલો એક યુવક મીડિયા સામે આવ્યો છે. તેણે કહ્યું હતું કે, પીડિતાના પરિજનોનું કહેવું છે કે, મીડિયાકર્મીઓને બોલાવી લાવો. ઘરના સભ્યો મીડિયા સાથે વાત કરવા માંગે છે પણ તેમને બહાર નથી આવવા દેવાતા.
હાથરસમાં પોલીસ અને પ્રશાસન કોઈને પણ ઘરની બહાર નીકળવા નથી દેતુ. આજે એક યુવક ખેતરોના રસ્તે પોલીસકર્મીઓથી નજર ચૂકવીને ભાગી ગયો હતો. જ્યારે તે ગામની બહાર મીડિયા કર્મીઓ પાસે પહોંચ્યો તો તેણે પોલીસની બર્બરતાની વાત કરી.
યુવકે કર્યા ખુલાસા
યુવકે જણાવ્યું કે, પીડિતાના પરિવારને ધમકીઓ આપવામાં આવી રહી છે. તેની ભાભી મીડિયાને મળવા માંગે છે પણ વાત નથી કરવા દેવામાં આવતી. ગઈકાલે ડીએમએ તેના તાઉ (દાદા)ની છાતી પર લાત મારી હતી.
તાઉને છાતી પર લાત મારતા થયા બેભાન
યુવકે કહ્યું હતું કે, ગામમાં સ્થિતિ ખરાબ છે. પીડિતાના પરિજનોના તેમના ફોન છીનવી લેવામાં આવ્યા છે. કોઈને ઘરની બહાર જવા દેવામાં આવતા નથી. મારે મીડિયાને કોલ કરવો છે અને વાત કરવી છે. હું અહીં છુપાઇને આવ્યો છું. તેઓ બહાર નથી આવવા દેતા. મારા તાઉ પણ આવવા માંગતા હતા. પણ ગઈકાલે ડીએમ આવ્યા હતા તેમણે તેઓને છાતીમાં લાત મારી હતી. બાદમાં તેઓ બેભાન થઇ ગયા હતા. ત્યાર બાદ તેઓ એક રૂમમાં પુરી દેવામાં આવ્યા છે. સૌકોઈ ભારે હેરાન પરેશાન છે અને સતત રડી રહ્યાં છે.