GUJARAT

ગુજરાત સરકાર રાત્રિ કર્ફ્યૂ અંગે સમયના મર્યાદામાં ઘટાડો થવાની જાહેરાત કરી શકે છે.

 1,727 Total Views

ગુજરાત ના ચાર મહાનગરો માં રાત્રિ કર્ફ્યૂ અંગે હજૂ સસ્પેન્સ યથાવત છે. મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે આજે મળનારી કેબિનેટની બેઠક  માં આખરી નિર્ણય લેવાઈ શકે છે. ગૃહ વિભાગ  દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને આજે મોટી જાહેરાત થઈ શકે છે. ઉત્તરાયણ ના દિવસે (14મી ફેબ્રુઆરી) રાત્રિ કર્ફ્યૂની અવધિ પુરી થઈ હતી, પરંતુ વિજય રૂપાણીએ રાજ્યમાં 31મી જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખ્યો હતો. જેથી ગુજરાત સરકાર આજે નવી જાહેરાત કરી શકે છે. કર્ફ્યૂની સમય મર્યાદામાં ઘટાડો થવાની આશંકા સેવવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર લોકોને રાહત આપી શકે છે.

આજે ગાંધીનગર ખાતે કેબિનેટ મળી છે ત્યારે આ બેઠકમાં ચર્ચાનો એક મુદ્દો નાઇટ કર્ફ્યૂ (Night Curfew) હટાવી દેવો કે તેમાં વધારે છૂટછાટ આપવી તે રહેશે. આ મામલે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ સરકાર કોઈ નિર્ણય જાહેર કરી શકે છે. આ ઉપરાંત હાલ ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ થયા છે ત્યારે અન્ય વર્ગોનું ક્યારથી શરૂ કરવા તે અંગે પણ નિર્ણય આવી શકે છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂ હજુ પણ યથાવત રહ્યો છે, ત્યારે 31મી જાન્યુઆરી પછી રાત્રિ કર્ફ્યૂ યથાવત રહે છે કે તેમાં ફેરફાર કરાય છે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચારે મહાનગરોમાં રાત્રી કફર્યૂની સમય મર્યાદા ઘટાડાશે કે નહીં તેને લઈ આજે સ્પષ્ટતા થશે. નાઈટ કર્ફ્યૂના કારણે નાગરિકોએ રાત્રિમાં અવર જવર પર પ્રતિબંધ હતો અને ધંધા રોજગાર પણ બંધ કરી દેવાની ફરજ પડતી હતી.

રાજ્ય સરકાર ના નવા આદેશ કરવામાં આવે ત્યાં સુધી આ નાઈટ કર્ફ્યૂ યથાસ્થિતિ મુજબ લાગુ જ રહેશે. રાત્રિ કર્ફ્યૂ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળનારી છે, તેમાં નિર્ણય લેવાઈ શકે છે. અને આ બેઠકમાં રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે છે.

ગુજરાતમાં હાલ ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. જે બાદમાં હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો રાબેતા મુજબ શરૂ કરવા મામલે શિક્ષણ વિભાગે પ્રસ્તાવ મૂક્યો છે. આજે કેબિનેટની બેઠકમાં ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવા મામલે ચર્ચા થવાની છે. આ ઉપરાંત ધોરણ-1થી ધોરણ-8ના વર્ગો ક્યારે શરૂ કરવા તેના વિશે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. એટલું જ નહીં, નિયમો સાથે ટ્યુશન ક્લાસ સંચાલકોને પણ શિક્ષણકાર્ય શરૂ કરવા માટે છૂટછાટ આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.