1,592 Total Views
55 વર્ષ પહેલાંની વાત છે. ભારતથી ટ્રેન છૂક-છૂક કરતાં પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) જતી હતી. હલ્દીબાડીથી ચિલહટી સ્ટેશન જૂના બ્રોડગેજ રેલવે રૂટનો હિસ્સો હતા અને આ લિંક સિલીગુડી (Siliguri) અને કોલકતા (Kolkata)ની વચ્ચે જોડાયેલી હતી. અહીંથી બાંગ્લાદેશ (Bangladesh) સુધી ટ્રેનો જતી હતી. ત્યારે 1965માં ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની વચ્ચે યુદ્ધ થયું અને આ રસ્તો બંધ થઇ ગયો. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાંગ્લાદેશ અને ભારત સરકારે આ રસ્તાને ખોલવાને લઇ ઘણી ચર્ચા કરી અને આ રસ્તાને સુધાર્યો અને આજે એ દિવસ આવી ગયો જ્યારે ફરીથી આ રેલવે રૂટ શરૂ થઇ ગયો.
મોદી-હસીનાએ શરૂ કરી સેવા
પીએમ નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના (PM Sheikh Hasina) એ સંયુકત રીતે ચિલહટી-હલ્દીબાડી રેલવે લિંકને શરૂ કરી. બંને દેશોની વચ્ચે આ સેવા શરૂ થવાની સંબંધોની ડોર વધુ મજબૂત થઇ છે. બંને દેશોની વચ્ચે ઢાકા (Dhaka)થી સિલીગુડી સુધી પેસેન્જર ટ્રેન ચલાવાની પણ યોજના છે.
7.5 કિલોમીટર લાંબી રેલવે લાઇન દ્વારા વાયા બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળનો અસમ સુધી સંપર્ક સરળ થઇ જશે. આ ટ્રેન દોડવાથી બંને દેશોની વચ્ચે વ્યાપારિક સંબંધો પણ મજબૂત થશે. આ સિવાય ટુરિઝમને પણ વેગ મળશે.
આ હશે રૂટ
બાંગ્લાદેશના પેત્રોપાલ-બેનાપોલ સરહદથી ભારતમાં પ્રવેશ કરશે અને ઉત્તર બંગાળની ચિલહટી-હલ્દીબાડી સરહદથી નીકળશે. સિલીગુડીથી ચાલતી ટ્રેન ચિલહટી, દોમાર, તોરનબાડી, નિલ્ફામાડી, સઇદપુર, દર્શના, પરબતીપુર અને હલ્દીબાડીથી પાર નીકળ્યા બાદ ટ્રેન બેનાપોલ-પેત્રોપાલ થતા સિયાલદહ પહોંચશે.
સમયની થશે બચત
નોર્થ ફ્રંટિયર રેલવેના અધિકારીઓએ કહ્યું કે હલ્દીબાડી સ્ટેશનથી આંતરરાષ્ટ્રીય સરહદ સાડા 4 કિલોમીટર દૂર છે. તો બાંગ્લાદેશથી ચિલહટી સરહદ સાડા સાત કિલોમીટર દૂર છે. પહેલાં આ રૂટ પર ચિલહટીથી હલ્દીબાડીની વચ્ચે એક માલગાડીને રવાના કરી છે. નોર્થ ફ્રંટિયર રેલવેના અધિકારીએ કહ્યું કે જ્યારે આ રસ્તા પર પેસેન્જર સર્વિસ શરૂ થશે તો જલપાઇગુડીથી કોલકત્તા 7 કલાકમાં પહોંચાશે અને પહેલાં કરતાં 5 કલાકના સમયની બચત થશે.