Business

સરકારે એવો નિયમ બનાવ્યો છે જે અંતર્ગત વર્ષમાં એકવાર કામદારોના ભાડાની જવાબદારી કંપનીની હશે…

 1,242 Total Views

કોરોનાકાળમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન મોટાભાગની કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા અને આ કારણે મજૂરોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં મજૂરોના ભાડાને લઇને પણ લાંબો વિવાદ થયો હતો. જોકે હવે સરકારે એવો નિયમ બનાવ્યો છે જે અંતર્ગત વર્ષમાં એકવાર કામદારોના ભાડાની જવાબદારી કંપનીની હશે.

વર્ષમાં એકવાર ભાડાના પૈસા કંપની આપશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના લેબર કોડ બિલને મંજૂરી મળી ગઈ છે. આમાં જોગવાઈ છે કે પ્રવાસી મજૂરોને વર્ષમાં એકવાર પોતાના વતન જવા માટે કંપની તરફથી ભાડું મળશે. મતલબ સ્પષ્ટ છે કે વર્ષમાં એકવાર મજૂરોએ પોતાના ઘરે જવા માટે ટિકિટના પૈસા આપવાની જરૂર નહીં પડે, કેમકે આ પૈસા કંપની આપશે. ઉલ્લેખનીય છે કે લેબર કોડ બિલની એક અન્ય જોગવાઈમાં કંપની પોતાના કામદારોનું હેલ્થ ચેકઅપ પણ કરાવશે.

Appointment letter મેળવવાનો કાયદાકીય અધિકાર

આ પ્રમાણે એક ચોક્કસ ઉંમરથી વધારે વયવાળા કામદારો માટે વર્ષમાં એકવાર નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કરાવવાનું ફરજિયાત હશે. આ સાથે જ કામદારોને Appointment letter મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. આ નિયમ પહેલીવાર લાગુ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.