International

માનવતાના દુશ્મન આ બીમારીથી છુટકારો મેળવવા માટે જે ચાર લોકોએ પહેલાં mRNA વેક્સીન ને શકય કરી તે અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજ છે.

 1,753 Total Views

આખી દુનિયાને કોરોના (Corona)ની બીમારીમાંથી છુટકારો અપાવા માટે દેશો એ પરસ્પર દુશ્મની ભૂલાવી દીધી. વૈજ્ઞાનિકો એક-બીજા સાથે ડેટા શેર કરતાં રહ્યા. માનવતાના દુશ્મન આ બીમારીથી છુટકારો મેળવવા માટે જે ચાર લોકોએ પહેલાં mRNA વેક્સીન (Vaccine)ને શકય કરી તે અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજ છે. તેમાં તુર્કી (Turkey) અને ગ્રીસ (Greece)ના વૈજ્ઞાનિક (Scientist) પણ સામેલ છે. આ બંને દેશો વચ્ચેનો તણાવ કોઇથી છુપાયેલો નથી પરંતુ દુનિયા (World) ને કોરોનાથી બચાવા માટે આ તમામ વૈજ્ઞાનિકો એક થઇ ગયા અને વેક્સીનને લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. આવો જાણે આ વૈજ્ઞાનિકો અંગે

કેટાલિન કારિકો (Katalin Kariko)

1995માં યુનિવર્સિટી ઓફ પેનસિલવેનિયા એ પોતાના એક પ્રોફેસરને ડિમોટ કરી દીધા હતા. આ બીજું કોઇ નહીં પરંતુ કોરિકો હતી. કોરિકો અત્યારે mRNA પર રિસર્ચ કરી રહ્યા હતા. અત્યારે સરકાર અને કોર્પોરેટ અને તેમના સહયોગીઓને પણ કારિકોનું રિસર્ચ હકીકતમાં ખૂબ દૂર લાગતું હતું. આ પ્રોજેક્ટ માટે પૈસાની પણ અછત હતી અને તેમના અધિકારીઓએ તેને આગળ ના વધારવાનો નિર્ણય કર્યો. પરંતુપ કહેવાય છે ને કે સમય બળવાન હોય છે. કારિકો એ સાબિત કરી દીધું કે તે સાચા હતા. ફાઇઝર અને મોડર્નાની કોરોના વાયરસની બે સૌથી પ્રભાવશાળી રસી તેમની ટેકનિક પર આધારિત છે જેના પર વર્ષોથી કારિકો એ કામ કર્યું. હવે તેમના પૂર્વ સહયોગી સુદ્ધા કારિકોને રસાયણનું નોબેલ પ્રાઇઝ આપવાની માંગણી કરવા લાગ્યા છે. કારિકોના આ સફળતા મોટા સંઘર્ષો બાદ મળી. હંગેરીના રહેવાસી કોરિકો એ 1985મા પોતાની કાર બ્લેક માર્કેટમાં 1200 ડોલરમાં વેચી દીધી હતી અને ત્યારબાદ તેઓ પોતાના એન્જિનિયર પતિ સાથે અમેરિકા આવી ગયા. પછી તેમણે કયારેય પાછું વળી જોયું નથી. એટલે સુધી કે યુનિવર્સિટીએ જ્યારે તેમને ડિમોશન કરી દીધા ત્યારે પણ હોંસલો તૂટ્યો નહીં. તેમને વિશ્વાસ હતો કે તેમના કામને એક દિવસ તો ચોક્કસ વખાણાશે અને કોરોના મહામારી દરમ્યાન તેમના કામ એ તેમને સ્ટાર બનાવી દીધા.

ઉર સાહિન (Ugur Sahin)

તુર્કીના રહેવાસી ઉર સાહિન અને તેમના પત્ની ઓઝલોમ ટુરૈસી પેહલાં વૈજ્ઞાનિક આંત્રપ્રિન્યોર છે. દિલથી વૈજ્ઞાનિક સાહિન અત્યારે એક નાનકડા એપાર્ટમેન્ટમાં રહે છે અને પોતાના કામ પર સાઇકલથી જાય છે. તુર્કીમાં જન્મેલા સાહિન 4 વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતા સાથે જર્મનીના ક્લોન શહેર આવી ગયા. સાહિન બાદમાં ડૉકટર બન્યા અને ટ્યુમર સેલમાં ઇમ્યુનોથેરેપી પર રિસર્ચ કર્યું. શરૂઆતમાં બંને પતિ પત્ની કેન્સરની સારવાર માટે મોનોકોલેન એન્ટીબોડી પર રિસર્ચ કરી રહ્યા હતા પરંતુ બાદમાં તેઓ mRNA પર રિસર્ચ કરવા લાગ્યા. જેનો ઉપયોગ કોરોના વાયરસની રસી માટે ઉપયોગ થયો છે.

ઓઝલેમ ટુરૈસી (Ozlem Tureci)

ટુરૈસીનો જન્મ તુર્કીના રહેવાસી એક ભૌતિક વિજ્ઞાની પિતાના ઘરે થયો હતો. જર્મનીમાં રહેતા ટુરૈસી નન બનવાના સપનાં જોઇ રહ્યા હતા પરંતુ બાદમાં તેમને મેડિસિનકીનો અભ્યાસ ક્રયો અને અહીં તેમની મુલાકાત સાહિન સાથે થઇ. બંને પતિ-પત્નીનું કામના પ્રત્યે ઝૂનૂન એ હતું કે તેઓ લગ્ન બાદ પણ તરત જ તેઓ લેબમાં રિસર્ચ માટે જતા રહ્યા હતા. ટુરૈસી એ પણ પતિની સાથે મળીને mRNA પર રિસર્ચ કર્યું.

અલ્બર્ટ બ્રુલા (Albert Bourla)

ગ્રીસના રહેવાસી બ્રુલા ફાઇઝરના CEO અને પ્રખ્યાત ઇમ્યુનોજિસ્ટ છે. તેમણે 25 વર્ષ સુધી કંપનીની સેવા કરી છે. બ્રુલાએ સરકાર સાથે કોરોના રસી પર રિસર્ચ માટે પૈસા લેવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાના વૈજ્ઞાનિકોને રિસર્ચ કરવાની સંપૂર્ણ છૂટ આપી અને બાયોનટેકની સાથે કોવિડ-19 રસી તૈયાર કરી. રસીને રાજકારણથી દૂર રાખવા માટે સરકાર પાસેથી પૈસા ના લેવા જ યોગ્ય સમજયું. તેમણે કહ્યું કે હું મારા વૈજ્ઞાનિકોને નોકરશાહીના દબાણથી દૂર રાખવા માંગતો હતો. જ્યારે તમે કોઇની પાસેથી પૈસા લો છો તો તમારા પર કેટલાંય દબાણ રહે છે.

જાણો કેવી રીતે કામ કરે છે mRNA તકનીક

mRNA ટેકનોલોજી દ્વારા શરીરની અંદર સેલને પ્રોટીન બનાવાનો ઇશારો કરે છે. ત્યારબાદ તંત્રિકા તંત્રને આ ટેકનિક દ્વારા જરૂરી પ્રોટીન મળે છે. mRNA વેક્સીનમાં વાસ્તવિક વાયરસની જરૂર નથી હોતી. તેને કન્વેંશનલ વેક્સીનની તુલનામાં વધુ ઝડપથી બનાવી શકાય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત થાય છે.

Leave a Reply

Your email address will not be published.