India

ICMRના પૂર્વ ચીફ કહ્યું કે, ભારતમાં કોરોનાની જે 2 વેક્સિન ને પરવાનગી આપવામાં આવી તેમાં પૉર્ક નો કોઈ અંશ નથી.

 1,341 Total Views

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ ના પૂર્વ ચીફ ડૉ. આર. ગંગાખેડકરે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કોરોનાની જે 2 વેક્સિન ને પરવાનગી આપવામાં આવી છે, તેમાં પૉર્ક (ડુક્કરનું માંસ)નો કોઈ અંશ નથી. એક વાતચીતમાં તેમણે કહ્યું કે, આ અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી અને આવી અફવાઓ પાયાવિહોણી અને બકવાસ છે. ડૉ. આર. ગંગાખેડકર કોરોના થી જંગમાં એક મોટો ચહેરો રહ્યા છે. લૉકડાઉન દરમિયાન ડૉ. ગંગાખેડકર કોરોનાથી જોડાયેલી અપડેટ સતત આપ્યા કરતા હતા.

વેક્સિનને લેવાથી ના કહેનારાઓએ વિચારવું જોઇએ

મંગળવારના એક વાતચીતમાં તેમણે કહ્યું કે, કોરોના વેક્સિનથી જોડાયેલા સોશિયલ મીડિયા મેસેજોની હકીકત જાણ્યા વગર તેને આગળ ના મોકલો. ડૉ. આર. ગંગાખેડકરે કહ્યું કે, લોકોએ એ સમજવું જોઇએ કે આ વેક્સિનને મંજૂરી આપવા માટે એક સિસ્ટમ બની છે. આના પર સંપૂર્ણ રીતે વિચાર કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, વેક્સિનને લેવાથી ના કહેનારાઓએ વિચારવું જોઇએ કે આનું નુકસાન ફક્ત તેમને જ નહીં, પરંતુ તેમના પરિવારે ઊઠાવવું પડી શકે છે. તેમના સંબંધીઓ અને દોસ્ત પણ મુશ્કેલીમાં પડી શકે છે.

કોરોના હેલ્પલાઇન પર ફોન કરીને મેસેજની સત્યતા તપાસો

ડૉ. ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધી દુનિયાભરમાં લગભગ એક કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચુકી છે, પરંતુ આનાથી અત્યાર સુધી કોઈનું પણ મોત થયું નથી, કેટલાક લોકોને મુશ્કેલી જરૂર થઈ છે, પરંતુ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જો લોકો આ જ ઘટનાને યાદ રાખે છે તો તેમને મુશ્કેલી થશે. સોશિયલ મીડિયાના મેસેજ પ્રત્યે સાવધાન કરતા તેમણે કહ્યું કે, જો તમારી પાસે આવો કોઈ શંકાસ્પદ મેસેજ આવે છે તો તમે કોરોના હેલ્પલાઇન પર ફોન કરીને આની હકીકતની તપાસ કરી શકો છો. ત્યારબાદ આને ફૉરવર્ડ કરો.

નપુંસકતાથી જોડાયેલી વાતને ફગાવી

વેક્સિન પર જોડાયેલી અફવાઓ પર સમાધાન કરતા તેમણે કહ્યું કે, “કોઈ જગ્યાએ એ વાત ચાલી રહી છે કે વેક્સિનમાં પૉર્કના અંશ છે, આ બિલકુલ ખોટું છે. આ બંને વેક્સિનમાં આવી કોઈ ચીજ નથી.” નપુંસકતાથી જોડાયેલી વાતને ફગાવતા તેમણે કહ્યું કે, અફવા ચાલી રહી છે કે આને લેનારા નપુંસક થઈ જશે, પરંતુ આવો દાવો કરવાનો કોઈ આધાર નથી અને આ કારણે કોઈ નપુંસક નહીં થાય. ICMRના પૂર્વ ચીફે કહ્યું અત્યારે ઇમરજન્સી જેવી સ્થિતિ છે. આ કારણે લોકોને ખોટા સંદેશ ના આપો અને વેક્સિન વિશે યોગ્ય જાણકારી જ આગળ વધારો.

Leave a Reply

Your email address will not be published.