International

બ્રિટનમાં વેક્સિનનો સૌ પ્રથમ ડોઝ ૯૪ વર્ષના રાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલીપ ને આપવામાં આવશે.

 1,323 Total Views

વિશ્વભરમાં કોરોના પ્રકોપ વધી રહ્યો છે. કેટલાક દેશોમાં લોકડાઉનને પગલે રાહત રહ્યા પછી ફરી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૬.૬૮ કરોડ થઇ ચૂકી છે. જોકે તે પૈકી ૪.૬૨ લાખ દર્દી સારવાર લઇને સાજા થઇ ચૂક્યા છે. મૃત્યુઆંક વધીને ૧૫.૩૩ લાખની સપાટીએ પહોંચ્યો છે. તે અરસામાં રશિયામાં રવિવારે સંક્રમણના સૌથી વધુ ૨૯ હજાર ૩૯ નવા કેસ નોંધાયા હતા. દેશમાં મહામારી શરૂ થયા પછી ૨૪ કલાકની ભીતર નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. રશિયામાં સંક્રમિતોનો આંકડો વધીને ૨૪.૬૦ લાખને પાર પહોંચી ચૂક્યો છે. રશિયામાં ૪૩ હજારથી વધુ મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત કથળી રહી છે. કેટલાક રાજ્યોમાં હોસ્પિટલમાં પથારી ખૂટી ગઇ છે. સંક્રમણને કાબૂમાં લેવા રાજ્યો લોકોને સ્ટે એટ હોમના આદેશ કરવા લાગ્યા છે. હોસ્પિટલ્સને પણ મેકશિફ્ટ આઇસીયુ સુવિધા ઊભી કરવા સૂચના આપવામાં આવી છે.

બ્રિટનમાં રાણી એલિઝાબેથને બ્રિટનમાં સૌ પ્રથમ રસી અપાશે

બ્રિટનમાં વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચી ચૂક્યો છે. મંગળવારથી દેશમાં ૮૦ વર્ષથી ઉપરની વ્યક્તિને વેક્સિન આપવાની શરૂઆત થશે. બ્રિટનમાં વેક્સિનનો સૌ પ્રથમ ડોઝ ૯૪ વર્ષના રાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલીપ (૯૯)ને આપવામાં આવશે. આરોગ્ય અધિકારીઓ સૌથી મોટા વેક્સિન કાર્યક્રમનું આયોજન કરી ચૂક્યા છે. એલિઝાબેથને સૌ પ્રથમ વેક્સિન આપવામાં આવશે તો લોકોની ચિંતાનું નિરાકરણ થશે તેમ મનાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.