GUJARAT

યાત્રાધામ ડાકોરમાં આજે પરંપરાગત રીતે શરદપૂર્ણિમાના તહેવારની ઉજવણી કરાશે

 619 Total Views

– તહેવારને લઇને ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો

– રણછોડરાયજી રૂપેરી વસ્ત્રો ધારણ કરીને ચાંદીના દાંડીયાથી રાશલીલા રમશે . ભગવાનને સવા લાખનો મુગટ પહેરાવાશે

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં આજે શરદપૂર્ણિમાનો તહેવાર ધામધૂમથી ઉજવાશે.આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.આજના મંગળ દિવસે ભગવાન સોનાનાવસ્ત્રો ઘારણ કરી રાસોઉત્સવ રમશે.વળી ભગવાનને સવા લાખનો મોટો મૂગટ પહેરાવવામાં આવશે.
યાત્રાધામ ડાકોરમાં આજે શરદપૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાશે.જે અન્વયે ડાકોર ટેમ્પલ કિમટી દ્વારા ભગવાનના સમયમાં પણ ફેરફાર કરાયો છે.સવારે ૫.૦૦ વાગ્યેના અરસામાં નીજમંદિર ખુલી જશે.આ બાદ ૫.૧૫ ના અરસામાં મંગળાઆરતી થશે.આરતીના સમયે ફક્ત વૈષ્ણોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.૫.૨૦થી ૮.૩૦ વાગ્યા સુધી વૈષ્ણો માટે દર્શન ખુલ્લા રહેશે.૮.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શુંગારભોગ,ગોવાળભોગ આરોગવા બિરાજશે.૯.૦૦ વાગ્યા ભગવાવની આરતી કરવામાં આવશે જેમાં ફક્ત વૈષ્ણોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી. ૯.૦૫ થી ૧૨.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.૧૨.૦૦ થી ૧૨.૩૦ સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બીરાજશે.આ સમયે દર્શન બંધ રહેશે.૧૨.૩૫ થી ૨.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.આ બાદ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.બપોરના ૩.૪૫ વાગ્યે નીજમંદિર ખુલ્લી ૪.૦૦ વાગ્યે ઉત્થાપન આરતી થશે.૪.૦૫ વાગ્યે દર્શન ખુલ્લી નીત્યક્રમાનુસાર સેવા-પૂજા થઇ ઠોકરજી અનુકુળતાએ પોઢી જશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમાં ઉત્સવ દરમ્યાન મંદિર પરિક્રમા બંધ રાખવામાં આવી છે.તા.૧૯-૧૦-૨૦૨૧ અને તા.૨૦-૧૦-૨૦૨૧ ના પૂનમમા દિવસે બહારના રાજભોગ,ગાયપૂજા અને તુલા બંધ રાખવામાં આવી છે.આ સમગ્ર કાર્યક્રમ કોવિડ ગાઇડલાઇન મૂજબ યોજાશે.દરેક યાત્રિકોએ માસ્ક,સેનેટાઇઝરથી હાથ સાફ કરી તેમજ સોશીયલ ડિસ્ટન્સનુ પાલન કરી મંદિરમાં પ્રેવશ કરવાનો રહેશે.બૂટ-ચંપલ બહાર યોગ્ય જગ્યાએ કાઢી મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે.ધજા લઇને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી,ધજા મંદિરના મુખ્ય દરવાજાની બહાર જમા કરાવવાની રહેશે.આસોસુદ-૧૪ તા.૧૯-૧૦-૨૦૨૧ ને મંગળવારના રોજ શરદપૂર્ણિમા છે આ દિવસે ઠોકરજીને મોટો મૂગટ ધરાવવામાં આવશે.ઢળતી સાંજે ભગવાનને બંધબારણે દુધપૈાઆ નો પ્રસાદ ધરાવવામાં આવશે.

મંદિરમાં ટ્રસ્ટ દ્વારા વેક્સિનની સગવડ કરાઇ

ડાકોરમાં આજે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે.આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા અનોખી વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં બહાર ગામ થી આવતા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વેક્સિનની સગવડ કરાઇ હોવાનુ મંદિરના મેનેજર અરવિંદભાઇ મહેતા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published.