International

FBIને ડર છે કે અંદરનો જ કોઈ માણસ બાઈડેન પર હુમલો કરી શકે છે.

 1,208 Total Views

20 જાન્યુઆરી જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. પણ આ સમારોહ દરમિયાન ફરીથી હિંસા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. FBIને ડર છે કે અંદરનો જ કોઈ માણસ બાઈડેન પર હુમલો કરી શકે છે. સમારોહ દરમિયાન સુરક્ષામાં તહેનાત કોઈ જવાન અથવા અંદરનો કોઈ વ્યક્તિ હુમલો કરી શકે છે. જે બાદ FBI દ્વારા વોશિંગ્ટન આવી રહેલાં જવાનો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

કેપિટલમાં હિંસા બાદ શપથગ્રહણ સમારોહમાં પણ હિંસાની આશંકા વચ્ચે હજારો પોલીસકર્મીઓ અને સુરક્ષા એજન્સીઓની સાથે-સાથે નેશનલ ગાર્ડ ના 25 હજારથી પણ વધારે જવાનોને સમારોહ માટે તહેનાત કરવામાં આવ્યા છે. પણ હવે આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, સુરક્ષામાં તહેનાત આ જવાનોમાંથી જ કોઈ જો બાઈડેન અને કમલા હેરિસ માટે મોટો ખતરો બની શકે છે.

સુરક્ષામાં તહેનાત તમામ જવાનો પર નજર

સૈન્ય મામલાના મંત્રી રેયાન મેકકાર્થીએ કહ્યું કે, અધિકારી સંભવિત ખતરાને લઈ સતર્ક છે અને તમામ કમાન્ડરને શપથ સમારોહ પહેલા તેમની રેન્કમાં કોઈપણ પ્રકારની સમસ્યા પર ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. જો કે તેઓએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધી કોઈપણ પ્રકારના ખતરાના સંકેત મળ્યા નથી. મેકકાર્થીએ કહ્યું કે, તે સતત આ પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છે. અને અભિયાનમાં તહેનાત તમામ લોકો પર નજર રાખી રહ્યા છે.

50 રાજ્યોમાં હિંસક પ્રદર્શનની આશંકા

અનેક અધિકારીઓએ જણાવ્યું કે, ડીસીમાં નેશનલ ગાર્ડની તહેનાતીનું કામ એક અઠવાડિયા પહેલાથી શરૂ કરવામાં આવ્યું હતું. અને બુધવાર સુધી પૂરુ થઈ જશે. મેકકાર્થીએ કહ્યું કે, અમને સાવધાન રહેવાની જરૂર છે.અને અભિયાન સાથે જોડાયેલ તમામ પુરષ અને મહિલાઓ પર ચાંપતી નજર રાખવા માટે અમે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ અગાઉ FBIએ 50 રાજ્યોના સંસદ ભવનોમાં હથિયારબંધ પ્રદર્શનની આશંકા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.