India

દિલ્હી બૉર્ડર પર 14 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.

 1,752 Total Views

કેન્દ્ર સરકાર (Central Government)ના કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) ચાલી રહ્યું છે. દિલ્હી બૉર્ડર (Delhi Border) પર 14 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન મંગળવારે ખેડૂત નેતાઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત થઈ. દિલ્હી સ્થિત ICARના ગેસ્ટ હાઉસમાં ગૃહમંત્રી અમિત શાહ અને ખેડૂત નેતાઓની વચ્ચે બેઠક થઈ. આ બેઠક રાત્રે 11 વાગ્યા સુધી ચાલી. પહેલા જ્યારે ખેડૂતોને વર્ચુઅલ મીટિંગ માટેની જાણ થઈ તો તેમણે વિરોધ કર્યો.

મંગળવારે મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ખેડૂતોને બુધવારે યોજાનારી ૬ઠ્ઠા રાઉન્ડની બેઠક પહેલાં ચર્ચા માટે બોલાવ્યા હતા. ૧૩ ખેડૂત નેતાઓ અને અમિત શાહ (Amit Shah) વચ્ચેની આ બેઠક અનિર્ણિત રહી હતી. જો કે સરકાર હવે કાયદામાં સંશોધન કરવા મામલે રાજી થઇ છે.

બેઠક બાદ ખેડૂત નેતા હનન મુલાએ જણાવ્યું કે, અમિત શાહ (Amit Shah) સાથેની બેઠકમાં કોઈ ઉકેલ મળ્યો નથી. આવતીકાલે સરકાર સાથે કોઈ બેઠક થશે નહીં. બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું કે, સરકાર દ્વારા નવેસરથી બુધવારે લેખિત પ્રસ્તાવ આપવામાં આવશે અને તેના ઉપર ખેડૂત નેતાઓ વિચારણા કરીને ગુરુવારે બેઠક કરવી છે કે કેમ તે અંગે નિર્ણય કરશે. હાલ પૂરતી બુધવારની બેઠક મોકુફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બેઠકમાં જતા પહેલાં ખેડૂત નેતા રુદરુ સિંહ માનસાએ જણાવ્યું હતું કે, અમે એટલું જાણવા માગીએ છીએ કે કેન્દ્ર માગણીઓ સ્વીકારવા તૈયાર છે કે નહીં? અમે ફક્ત હા કે નામાં જવાબ ઇચ્છીએ છીએ. આ મુદ્દે અમારે બીજી કોઇ વાર્તા કરવી નથી.

મીટિંગમાં શાહ (Amit Shah) ઘણા એક્સપર્ટ્સને બોલાવી રહ્યા હતા, જે ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે કયા ફેરફારની આગળ જઈને શું અસર થશે. એમ છતાં પણ ખેડૂત નેતા તેમની આપત્તિઓ નોંધાવી રહ્યા હતા, એટલા માટે સૂચનના આધારે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.

અમિત શાહ સાથે ચર્ચામાં કેમ કોઈ પરિણામ ન આવ્યું

બેઠક માટે 5 ખેડૂત નેતાઓને બોલાવવામાં આવ્યા હતા, પછી 13 મળ્યા. અમુક ખેડૂતોએ એવું કહીને વિરોધ કર્યો કે એક દિવસ પહેલાં બેઠક શા માટે અને 40ની જગ્યાએ 13 સભ્યો જ કેમ? બેઠક પહેલાં શાહના ઘરે હતી, છેલ્લી ઘડીએ સમયમાં સ્થળ બદલીને ICAR ગેસ્ટ હાઉસ નક્કી કરી દેવાઈ. એવામાં 2 ખેડૂત બેઠકમાં જોડાઈ ન શક્યા અને બાકીના ખેડૂતોએ તેમના વગર જ ચર્ચા શરૂ કરવાનો ઈન્કાર કરી દીધો. ત્યાર પછી પોલીસ એ 2 ખેડૂતને અસ્કોર્ટ કરીને રાતે લગભગ 6.15 વાગ્યે લઈને આવી.

ખેડુતો તરફથી કૃષિ કાયદામાં ઘણી ખામીઓ હતી અને કહેવામાં આવ્યું હતું કે તમામ કાયદા પાછા ખેંચવા જોઈએ. જો કે, હવે જ્યારે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે કાયદો પાછો ખેંચી લેશે નહીં, આવી સ્થિતિમાં, તેમણે ખેડૂતોની કેટલીક મુખ્ય ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

રાહુલ સહિત 5 વિપક્ષી નેતા આજે રાષ્ટ્રપતિને મળશે

20 રાજકીય પક્ષ ખેડૂતોની માગનું સમર્થન કરી રહ્યા છે. મંગળવારે ખેડૂતોના ભારત બંધમાં પણ વિપક્ષે ભાગ લીધો હતો. વિપક્ષના 5 નેતા આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે, જેમાં રાહુલ ગાંધી અને શરદ પવાર પણ સામેલ થશે.

Leave a Reply

Your email address will not be published.