Bollywood

આમીરખાન લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પરિવાર સહ ગીર ના જંગલની સહેલગાહે આવ્યો.

 1,918 Total Views

બોલીવુડ  સ્ટાર આમીરખાન  લગ્નની વર્ષગાંઠ  ઉજવવા માટે પરિવાર સહ ગીર ના જંગલની સહેલગાહે આવ્યો છે. આમીર અને તેના પરિવારે આજે સવારે 03કલાક જંગલમાં રહીને 13 જેટલા સિંહો ને નિહાળ્યા અને ગીરના સાવજો પર આફરીન થઈ બોલી ઉઠયો હતો કે, ગીરના સિંહો રોયલ છે, ભારતનું ગૌરવ છે, તેને નિહાળવો એક લ્હાવો છે, હરકોઈએ એકવાર જરૂર આ લ્હાવો માણવો જોઈએ.*સવારે સિંહ દર્શન બાદ રાત્રે સિદી બાદશાહના નૃત્યની ધમાલ નીહાળી પુરો પરિવાર પણ રોમાંચિત થઈ ગયો હતો. આજે પત્ની અને પરિવારના સભ્યો સાથે સાસણમાં ઉજવશે લગ્નની વર્ષગાંઠ.

સાસણમાં 3 દિવસના પ્રવાસે આવેલ આમીરખાન, તેની પત્ની કિરણરાવ, પુત્રી ઈરા, પુત્ર આઝાદ તેમજ ભત્રીજો અને તેની દીકરી આજે સવારે 6.30 કલાકે સિંહ સદન ખાતે આવી પહોચ્યા હતા. ત્યારે આમીરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા, સવારે કાળા કલરના કોટ, ગોગલ્સ, સફેદ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ બનીને તેણે પોતાના ફેન્સને હાથ ઉંચો કરીને આવકાર્યા હતા.

થોડો વખત લોકોની નજર સામે રહ્યા બાદ આમીરખાન પરિવાર સાથે એક જીપ્સી, ચાર કિંમતી કારમાં તેનો કાફ્લો ભંભા ફેડ નાકા પ્રવેશ દ્વારથી ગીરના જંગલમાં સિંહ જોવા માટે પ્રવેસ્યો હતો. જંગલમાં ચાર રૂટ ઉપર તેને અલગ અલગ જગ્યાએ 13 જેટલા સિંહો જોવા મળ્યા હતા. શરુઆતમાં શુક્લકડિયા વિસ્તારમાં બે નર સિંહ જોયા, બાદમાં જાડી સાલડી વિસ્તારમાં બીજા બે નર સિંહ ત્યાર બાદ કેરંભા ગંધારી વિસ્તારમાં બે માદા અને એક સિંહબાળ અને છેલ્લે છીપરડી વિસ્તારમાં ચાર માદા અને બે સિંહબાળ નીહાળી આમીર અને તેનો પુરો પરિવાર આફ્રીન થઈ ગયો હતો.

03 કલાક સુધી જંગલમાં સિંહ દર્શન બાદ પરિવાર સાથે 9.30 કલાકે તે બહાર નીકળ્યો હતો અને સિંહ સદન ખાતે 10 વાગ્યે આવીને પોતાના ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું. સિંહસદન ખાતેના પૌરાણીક અને ઐતિહાસિક ઈમારતો નિહાળી હતી. આમીર સાથે સેલ્ફી લેવા માટે તેના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા, વન અધિકારીઓ અને સ્ટાફ્, તેમજ સાસણના સરપંચ સાથે ફેટો પડાવ્યો હતો. આજે રાતે સીદી બાદશાહનું ધમાલ નૃત્ય નિહાળશે અને આવતીકાલે પોતાના લગ્નની વર્ષગાંઠ પણ અહી જ ઉજવશે.

હાઇટેક મોનીટરીંગ સેન્ટર અને સિંહ હોસ્પિટલની લીધી મુલાકાત

સિંહ દર્શન પછી આમીર ખાને સિંહ સદન ખાતે એશિયાટિક સિંહો પર કોલર આઈડી પહેરાવેલા સિંહો જે જંગલમાં અને જંગલ બહાર વસે છે તેના પર મોનીટરીંગ રાખતા હાઇટેક મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહી વન અધિકારીઓએ સિંહો પર કેવી રીતે મોનીટરીંગ રાખવામાં આવે છે, તેની માહિતી મેળવી હતી, તેમજ આધુનિક સિંહ હોસ્પિટલે પહોચ્યો હતો,અહી સિંહો તેમજ અન્ય વન્ય પ્રાણીઓની કેવી રીતે સારવાર કરવામાં આવે છે, તે નજરે નિહાળી માહિતી મેળવી પ્રભાવિત બન્યો હતો.

જીપ્સી ચાલકને કહ્યું સિંહો આપણા જંગલના રાજા છે

આમીરખાનની જીપ્સી ચલાવનાર ડ્રાઈવર સુરેશ શેખવાએ જણાવ્યું કે, જંગલમાં ગીરના સિંહો જોઇને આમીરખાને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે, સિંહો આપણા જંગલના રાજા છે, તેઓ પોતાની મસ્તીમાં રહે છે. તેથી જ તે રોયલ છે.

મેં જે સાંભળ્યું તેના કરતા વધુ જોવા મળ્યું: આમીરખાન

સિંહો જોઇને આમીરખાને જણાવ્યું કે, અમારી લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે તેમણે સાસણની પસંદગી કરી હતી. જેથી પરિવાર સાથે સાસણ આવ્યો છે. ગુજરાતના સિંહો જોવા જોઈએ તેવું જેટલું સાંભળ્યું હતું તેનાથી વધુ જોવા મળ્યું છે. અહી ખુબસુરત જગ્યાઓ છે, અમારી ખુશનશીબી છે અમોને સિંહો જોવાનો મોકો મળ્યો તેની એક્ટીવીટી અને એક્શન નજરે નિહાળી આ રોયલ એનિમલ છે, સિંહો આપણા દેશનું ગૌરવ છે.

વનખાતાના ઉચ્ચ અધિકારીઓ આમીરની સેવામાં તૈનાત

આમીરખાનને સિંહો બતાવવા માટે વન ખાતાના ઉચ્ચ અધિકારીઓ ખડેપગે જોવા મળ્યા હતા. સાસણના ડીસીએફ્ ડો.મોહન રામ પોતે તેની જીપ્સીમાં આગળ બેસીને જંગલમાં સિંહો બતાવ્યા હતા. તો ગીરના સીસીએફ્ ડો.દુષ્યંત વસાવડા, ગીર વેસ્ટના ડીસીએફ્ ધીરજ મિતલ, તેમજ પીસીસીએફ્ એસ.કે.શર્મા સહિતના વન અધિકારીઓ આમીરખાન માટે દોડી આવ્યા હતા.

પત્ની સમક્ષ *તુમ બિન જાઉં કહાં* સહિતના ગીતોની બોલાવી રમઝટ

પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે સાસણ આવેલા આમીરખાને પત્ની કિરણરાવને ઈમ્પ્રેસ કરવા માટે રાતે આમીરખાને હિન્દી ફ્લ્મિી ગીતોની રમઝટ બોલાવી હતી, પોતાના સ્વરમાં જ હિન્દી ગીતો ગાઈને માહોલ જમાવ્યો હતો, તુમ બિન જાઉં કહાં સહિતના અનેક હિન્દી ગીતો ગાયા હતા, ગીતની સાથે શુરાવલી આપવા માટે 15થી વધુ સંગીત કલાકારો પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.