GUJARAT

જૂનાગઢવાસીઓનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ગિરનાર રોપ વે એશિયાનો સૌથી મોટો રોપ વે છે.

 697 Total Views

એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે નો લાભ અત્યાર સુધીમાં 20,000થી પણ વધુ લોકોએ લીધો છે. જૂનાગઢવાસીઓનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ગિરનાર રોપ વે એશિયાનો સૌથી મોટો રોપ વે છે. ઉષા બ્રેકો દ્વારા અતિ આધુનિક ટેકનોલોજીથી આ રોપ વે તૈયાર કરવામાં આવ્યો છે અને માત્ર પંદર દિવસની અંદર જ 20 હજારથી વધુ લોકોએ આ રોપ-વેનું લાભ લઈને મા અંબાજીના દર્શન કર્યા છે.

પૃથ્વીની મુલાકાતે આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ અહીં ઉપલબ્ધ કરવવામાં આવી છે. ઉપરાંત લોરથી ઉપર સ્ટેશન અને અપર સ્ટેશનથી સ્ટેશન એમ બંને સાઇડ સિંગલ ટિકિટની પણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આગામી દિવાળીના દિવસોને લઈને પણ ખાસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સાથે સાથે ઓનલાઇન બુકિંગ માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

અત્યાર સુધી પગથિયાં ચડીને ન જઇ શકતા પ્રવાસીઓ માટે આ રોપ-વે આર્શીવાદ સમાન બન્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતું જાય છે. ખૂબ જ ટૂંકા ગાળામાં વીસ હજારથી પણ વધારે યાત્રાળુઓએ લાભ લઇ લીધો છે અને હજુ પણ દિવાળીના સમયમાં આ પ્રવાસીઓમાં સતત વધારો થશે તેવી સંચાલકો દ્વારા આશા રાખવામાં આવી છે. શરૂ થતાની સાથે જ દૂરથી યાત્રિકો આવી રહ્યા છે અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

બીજી બાજુ રૂપિયાની ટીકીટ લઇને પણ જૂનાગઢવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને 700 રૂપિયા ટિકિટના દર નક્કી કરવામાં આવતા સામાન્ય માણસને પરવડે તેમ નથી. જેથી ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની જૂનાગઢવાસીઓ માંગણી કરી રહ્યા છે. આમ ગિરનાર ઉપર લઈને ટિકિટ ના ભાવ વધારા સામે જૂનાગઢવાસીઓમાં રોષ છે ત્યારે પ્રવાસીઓ ગિરનાર રોપ-વેની મજા માણી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.