International

કોરોના વાયરસમાં સતત નવા નવા ફેરફારો થઇ રહ્યા છે, જે શંકા જન્માવે છે.

 1,330 Total Views

બ્રિટન માં નવા સ્વરૂપનો કોરોના જોવા મળતો ફફડાટ વ્યાપી ગયો છે. ન્યુ સ્ટ્રેન કોરોના વાયરસના કારણે દહેશત ફેલાતા દુનિયાભરના દેશોએ બ્રિટન  સાથેની વિમાની સેવા બંધ કરી દીધી. બ્રિટન ઉપરાંત ડેન્માર્ક ,નેધરલેન્ડ ,ઓસ્ટ્રેલિયા , ઇટલી  અને સાઉથ આફ્રિકા માં ન્યૂ સ્ટ્રેન કોરોના વાયરસ જોવા મળતા હાહાકાર મચી ગયો છે.

વાઇરસ લેબમાં બન્યો છે?

કોરોના વાયરસના સ્વરૂપમાં જે ઝડપે ફેરફાર થઇ રહ્યા છે તે જોતાં તે માનવસર્જીત હોય એવી શકયતા વધારેને વધારે પ્રબળ બનવા લાગી છે. મેડિકલ એક્સપર્ટસ અને કુદરતી વાયરસના અભ્યાસ કરતાં એક્સપર્ટસને શંકા છે કે કોરોના વાયરસ કેમિકલ વેપન્સ છે અને લેબમાં તૈયાર થયો છે. એમાં જાણી જોઇને નવા-નવા સ્વરૂપો બદલવામાં આવી રહ્યા છે.

નિષ્ણાતોની એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે આ કોઇક મોટા ષડયંત્રનો હિસ્સો છે. માનવજાત પર કુદરતી કેર વર્તાયો નથી, પણ લેબમાં તૈયાર કરીને માનવસર્જીત આફતને દુનિયાના ખૂણે-ખૂણે ફેલાવી દેવામાં આવી છે.

વાયરસના સ્વરૂપનો નજીકથી અભ્યાસ કરનારા નિષ્ણાતોએ વર્ષોના અભ્યાસમાં નોંધ્યું હતું કે કુદરતી વાયરસના સ્વરૂપમાં અસાધારણ પરિવર્તનો ઝડપભેર થતાં નથી. એનાથી બિલકુલ વિપરીત કોરોના વાયરસમાં સતત નવા નવા ફેરફારો થઇ રહ્યા છે, જે શંકા જન્માવે છે. ચીનની લેબમાં આ વાયરસ ઉદભવ્યો છે એવા આક્ષેપો અગાઉ વારંવાર થઇ ચૂકયા છે.

વૈજ્ઞાનિકોનું શું કહેવું છે?

વાયરસનું નવું સ્ટ્રેન- વૈજ્ઞાનિકોએ તેને નવું નામ VUI-202012/01 આપ્યું છે. નિષ્ણાતો આ વાયરસને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે કોઈપણ વાયરસમાં સતત પરિવર્તન એટલે કે મ્યુટેશન થતું રહે છે. મોટાભાગના સ્વરૂપો તેમના પોતાના જ પરિવર્તિત (મ્યુટેટ) થયા પછી મરી જાય છે, પરંતુ કેટલીક વખત તે પહેલાં કરતા ઘણા વખત મજબૂત અને ખતરનાક થઇ સામે આવે છે.

Leave a Reply

Your email address will not be published.