651 Total Views
બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન પ્રમાણે કોરોના વાયરસે અનેક દશકો દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિને પલટતા લગભગ 3.7 કરોડ લોકોને અત્યાધિક ગરીબીમાં ધકેલી દીધા છે. ફાઉન્ડેશનની એક રિપોર્ટ પ્રમાણે આ મહામારીનો વાસ્તવિક ફેલાવો ભલે ગમે તેટલો રહ્યો હોય, પરંતુ આણે આર્થિક રીતે દરેક દેશમાં ભારે તબાહી મચાવી છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 12,000 અબજ ડૉલરનો ઘટાડો રહેશે
આતંરરાષ્ટ્રીય નાણા ભંડોળની રિપોર્ટને આધાર બનાવતા કહેવામાં આવ્યું કે દુનિયાભરમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે 18,000 અબજ અમેરિકી ડૉલર ખર્ચ કરવા છતા 2021ના અંત સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 12,000 અબજ ડૉલર અથવા આનાથી વધારે ઉણપ રહેશે. ફાઉન્ડેશનની વાર્ષિક ‘ગોલકીપર્સ રિપોર્ટ’માં આ વાત કહેવામાં આવી. આ રિપોર્ટ મુખ્ય રીતે ગરીબી દૂર કરવા અને સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)નું વિશ્લેષણ કરે છે.
ભારતે 20 કરોડ મહિલાઓને રોકડ આપવાથી થયો ફાયદો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસ સંકટ દરમિયાન ભારતે 20 કરોડ મહિલાઓને રોકડ આપી અને આનાથી ના ફક્ત ભૂખ અને ગરીબી પર મહામારીની અસરને ઓછી કરવામાં મદદ મળી, પરંતુ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળ્યું. ફાઉન્ડેશન બિલ ગેટ્સના સહ-અધ્યક્ષે જણાવ્યું કે ભારતમાં આધાર ડિઝિટલ નાણાકીય વ્યવસ્થા ફરી મદદગાર સાબિત થઈ. તેમણે કહ્યું કે, ડિઝિટલ ટ્રાન્સફર દ્વારા ચુકવણી શાનદાર ચીજ છે અને દેખીતી રીતે ભારતે આને એ સ્તર પર કર્યું જેવું આજ સુધી કોઈ બીજા દેશે નથી કર્યું.