India

કોરોના સંકટ અને હવે બર્ડ ફ્લૂનો કહેર મધ્યપ્રદેશ માં તેના સૌથી વધુ કેસો નોંધાયા.

 1,603 Total Views

ભારત માં બર્ડ ફ્લૂ ના પગપેસારા બાદ અનેક રાજ્યોમાં હંગામો મચી ગયો છે. પહેલા કોરોના સંકટ અને હવે બર્ડ ફ્લૂનો કહેર. મધ્યપ્રદેશ માં તેના સૌથી વધુ કેસો નોંધાયા છે, જ્યાં સેંકડો કાગડાઓ મરી ગયા છે અને તેમનામાં આ વાયરસ (Virus) મળ્યો છે. આ સંકટને જોઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બેઠક બોલાવી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બર્ડ ફ્લૂ સંકટને લઈને તાકીદની બેઠક બોલાવી છે.

તમામ મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે

આ બેઠકમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને અન્ય અધિકારીઓ હાજર છે. બેઠકમાં બર્ડ ફ્લૂ અંગે ભારત સરકારે મોકલેલા સૂચનો અંગે ચર્ચા થઈ. હવે રાજ્યમાં પૉલ્ટ્રી ફાર્મમાં મરાઘાંઓના સેમ્પલ લેવામાં આવશે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ માટે સૂચનાઓ જાહેર કરશે. ભારત સરકારના જણાવ્યા અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા દેશમાં આવી રહેલા કેસો પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારો સાથે મળીને તમામ મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે.

કર્ણાટકે ચેતવણી જાહેર કરી

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજસ્થાનમાં બારન (કાગડા), કોટા, ઝાલાવાડમાં, મધ્યપ્રદેશના મંદસૌર (કાગડા), ઈન્દોર, માલવા, હિમાચલ પ્રદેશના કાંગડા, કેરળમાં કોટ્ટયામ અને અલ્લાપુઝામાં સૌથી વધારે ફ્લુની અસર જોવા મળી રહી છે. બર્ડ ફ્લૂના સંકટને ધ્યાનમાં રાખીને કર્ણાટકે કેરળ નજીક તેની સરહદ પર ચેતવણી જાહેર કરી છે. કેરળની બાજુમાં આવેલા કર્ણાટકના ચાર જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બર્ડ ફ્લૂ પર અહીં તકેદારી વધારવામાં આવશે. બર્ડ ફ્લૂના સંકટને કારણે કેરળ અને મૈસુર વચ્ચેના તમામ પૉલ્ટ્રીથી સંબંધિત પરિવહનને બંધ કરાયું છે. આટલું જ નહીં, કેરળથી મૈસુર તરફ આવતા તમામ વાહનોને પણ સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે.

મધ્ય પ્રદેશમાં સૌથી વધુ મૃત કાગડાઓ મળ્યા

નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં અત્યાર સુધી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઈન્દોર, કેરળ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ સંબંધિત કેસ સામે આવ્યા છે. લગભગ દસ રાજ્યોએ અહીં એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશમાં સૌથી વધુ મૃત કાગડાઓ મળ્યા છે, જેમાં બર્ડ ફ્લૂનો વાયરસ જોવા મળ્યો છે. આ ઉપરાંત કેરળે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.